- કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં 40 ભારતીયોના મોત
- દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પ્રત્યે PM મોદીએ સંવેદના વ્યક્ત કરી
- ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર
કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ દુ:ખદ અકસ્માતમાં 40 ભારતીયોના મોત થયા હતા જ્યારે 30 ભારતીયો દાઝી ગયા હતા અને તેમની હાલત ગંભીર છે. તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લગભગ 90 ભારતીયોને બચાવી લેવાયા છે. આ દુર્ઘટનાને લઇ દુ:ખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
PM એ સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે કે કુવૈત શહેરમાં આગની ઘટના ખૂબ જ દુઃખદ છે. તેમના વિચારો એવા તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ પ્રાર્થના કરે છે કે દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો જલદીથી સ્વસ્થ થઈ જાય. PM એ એમ પણ કહ્યું કે કુવૈતમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને મદદ કરવા માટે ત્યાંના અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.
ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે


