- વિદેશથી આવતા મુસાફરોનું નથી થતું ટેસ્ટીંગ
- મોટાભાગના કોરોના કેસમાં વિદેશ પ્રવાસની હિસ્ટ્રી
- દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છતાં એરપોર્ટ ઓથોરિટી ઊંઘતું ઝડપાયું
એક તરફ દેશમાં કોરોનાએ દસ્તક આપી દીધી છે. જેની સાથે જ દરરોજના કોરોના કેસમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ આ તમામ વચ્ચે અમદાવાદ એરપોર્ટની બેદરકારી સામે આવી છે.
કોરોનાના કેસો વધ્યા છતાં અમદાવાદ એરપોર્ટ પર સતર્કતાને અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ ન થતું હોવાનું સામે આવ્યું છે. તેમજ મોટાભાગના કોરોના કેસમાં વિદેશ પ્રવાસની હિસ્ટ્રી છતાં ટેસ્ટિંગની સુવિધા ન હોવાની વિગતો સામે આવી છે.
હાલમાં 13 એક્ટિવ કેસ સાથે અમદાવાદ રાજ્યમાં સૌથી વધુ કેસ ધરાવતો શહેર છે. જ્યાં એક તરફ AMC દ્વારા શહેરમાં હાલ તંત્ર દ્વારા હોસ્પિટલથી લઈ ટેસ્ટિંગની તૈયારી કરી છે. પરંતુ એરપોર્ટ પર નિરશતા જોવા મળી રહી છે. પોઝિટિવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છતાં એરપોર્ટ ઓથોરિટી ઊંઘતું ઝડપાયું છે.
આ તરફ રોજના હજારો મુસાફરો વિદેશ ટ્રાવેલિંગ સાથે કોઈ પણ ટેસ્ટિંગ નહિ હોવાની વિગતો સામે આવી છે. તેમજ મુસાફરો ટેસ્ટિંગ વગર અમદાવાદ એરપોર્ટ પર પ્રવેશ મેળવતા નજરે પડ્યા છે.


