- શેઢી નદીના બ્રિજ પાસે રખિયાલ બોર તેમજ વણોતી બોરનું પીવાનું પાણી ડાકોરમાં આવે છે
- તંત્ર દ્વારા સત્વરે લિકેઝ બંધ કરી પાઈનો વેડફાટ બંધ કરવામાં આવે તેવી લોકોની માંગ છે
- વેડફાટ સત્વરે બંધ કરવામાં આવે અને લોકોને સુવિધા આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે
ડાકોર નગરપાલિકાનો અણઘડ વહીવટ ફ્રીથી સામે આવ્યો છે, ડાકોર નગરના રહીશોને ડાકોર નગરપાલિકા દ્વારા રોડ રસ્તા પાણી બાબતે કોઈપણ પ્રકારની સુવિધા અપાતી નથી. જ્યાં જુઓ ત્યાં ડાકોરમાં ઠેરઠેર ગટરના ગંદા પાણી ઉભરાય છે. ડાકોરમાં નાગરિકોને પીવાનું પાણી વણોતી બોર તેમજ રખિયાલ બોરવેલનું પાણી અપાય છે. પીવાના પાણીની લાઇન મોટાપાયે શેઢી નદીના બ્રિજ પાસે ઘણા સમયથી લીકેજ છે. જેના લીધે દરરોજ લાખો લિટર પીવાનું પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. તંત્ર દ્વારા સત્વરે લિકેઝ બંધ કરી પાઈનો વેડફાટ બંધ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. રીપેરીંગ કરવાનો પણ તંત્ર પાસે સમય નથી તેવું લોકો જણાવે છે. આ બાબતે કમલેશભાઈ સાથે વાત કરતા તેવો જણાવે છે કે ડાકોરના શેઢીના બ્રીજ પાસે પીવાના પાણીની પાઈપલાઈન ઘણા સમયથી લીકેઝ હોવા છતા નગર પાલિકા દ્વારા રીપેરીંગ કામ કરાતું નથી. તેમજ આ વણોતી બોરવેલ તેમજ રખીયાલ બોરવેલનું હજારો રૂપીયાનું લાઈટ બીલ આવે છે, જે લોકોના ટેક્સના નાણાંમાંથી પાલિકા ભરે છે. આવો વેડફાટ સત્વરે બંધ કરવામાં આવે અને લોકોને સુવિધા આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


