એકટીવાની ડેકીમાંથી ૧.૬૦ લાખ રૂપિયા રોકડા ચોરી કરી ગયો
મોરબીનાં નવા ડેલા રોડ પર દિનદહાડે ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં ચોરે એક એકટીવાની ડેકી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી છે. ત્યારે બનાવને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા જમનાદાસભાઈ નામના વેપારી પોતાના ઘરેથી રોકડ રકમ લઈને ધરતી ટાવર પાસે આવેલ આંગડીયા પેઢીમાં કામ સબબ ગયા હતા. અને પોતાના એક્ટિવા ત્યાં જ પાર્ક કરી હતી. જેમાં રૂ.૧.૬૦ લાખ હતા. જ્યારે વેપારી આંગણિયામાંથી પોતાનું કામ પૂર્ણ કરી પરત આવી જોતા તેની એક્ટિવાની ડેકિમાં તે રકમ ન હતી. જેને લઈ તેણે તાત્કાલીક પોલીસને જાણ કરી હતી. અને બનાવને પગલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આજુબાજુના સીસીટીવી કેમેરા તપાસવા સહિતની કામગીરી હાથ ધરી છે.


