- ચાંદીપુરાના કુલ 29 કેસ, જેમાં ગુજરાતના શંકાસ્પદ 26 કેસ નોંધાયા
- સૌથી વધુ સાબરકાંઠા અને અરવલ્લીમાં 4-4 કેસ નોંધાયા
- ચાંદીપુરા વાયરસના કારણે 15ના મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ 26 કેસ નોંધાયા છે. જેમાંથી 15ના મોત થયા છે. ચાંદીપુરાના સૌથીવધુ શંકાસ્પદ કેસ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 4-4 કેસ નોંધાયા છે. ચાંદીપુરાના નોંધાયેલા શંકાસ્પદ 29 કેસમાંથી 26 કેસ ગુજરાત રાજ્યના છે. જ્યારે 3 કેસ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં સારવારઅર્થે આવેલ છે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસ ગુજરાતના 12 જિલ્લાઓમાં નોંધાયેલા છે. ચાંદીપુરા વાયરસના કારણે 15ના મોત થયા છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર..!
- ચાંદીપુરાના કુલ 29 કેસ, જેમાં ગુજરાતના શંકાસ્પદ 26 કેસ નોંધાયા
- સૌથી વધુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 4-4 કેસ નોંધાયા
- મોરબીમાં 3, મહેસાણા અને રાજકોટમાં 2-2 કેસ નોંધાયા
- પંચમહાલ અને જામનગરમાં 2-2 કેસ નોંધાયા
- મહીસાગર, ખેડા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો
- રાજસ્થાન-ઉદયપુરમાં 2 કેસ, MP અને ધારમાં 1 કેસ
- ચાંદીપુરા વાયરસના કારણે 15ના મોત
અમદાવાદમાં પણ એક બાળકનું મોત
આ પહેલા આજે બપોરે પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાયરસથી 1 બાળકનું મોત થયું છે. મહેસાણાના 1 વર્ષના બાળકનું હોસ્પિટલમાં વાયરસના કારણે મોત થયું છે અને હાલમાં પણ 5 બાળકો અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સિવાય પણ અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના બે કેસ મળી આવ્યા છે. ચાંદલોડિયાના એક બાળક અને આંબાવાડીના એક બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
14 વર્ષ પહેલા પણ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે 17 લોકોના જીવ લીધા હતા
14 વર્ષ પહેલા પણ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે 17 લોકોના જીવ લીધા હતા. ગામડામાં લીંપણની તિરાડમાં આ માખી રહેતી હોય છે, તેથી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જ્યાં આ માખીનો ઉપદ્રવ છે તેવા જિલ્લાઓમાં રહેતા લોકોએ તેમના ઘરના લીંપણને ઉખાડીને બદલી દેવું જોઈએ અથવા તો આ માખીનો નાશ કરવો જોઈએ. તેના દ્વારા વધુ પ્રમાણમાં આ વાયરસ ફેલાય છે અને બાળકો ઝડપી આ વાયરસની ઝપેટમાં આવે છે.
44 હજારથી વધુ લોકોનું આરોગ્ય ચેકઅપ
બીજી તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે સાબરકાંઠા, અરવલી, મહિસાગર, ખેડા, મહેસાણા અને રાજકોટ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજસ્થાનના બે અને મધ્યપ્રદેશના એક દર્દીને ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસ પ્રભાવિત વિસ્તારોમાં 44,000 થી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.