- ઈડી સમક્ષ નિવેદન નોંધાવવા તેજસ્વીને આજનું તેડું
- ઈડી કાર્યાલય બહાર રાજદ નેતાઓ અને કાર્યકર્તાઓની મોટી માત્રામાં ભીડ ઊમટી
- તેજસ્વી આ કેસમાં એકવાર ઈડીના દિલ્હી ખાતેના કાર્યાલયે હાજર થઈ ચૂક્યા
રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના વડા લાલુપ્રસાદ યાદવ પૂછપરછ માટે પટણા ખાતેના ઈડી કાર્યાલયે આજે હજાર થયા હતા. સાંજ સુધી પુછપરછ ચાલતી રહી હતી. જમીનના બદલામાં નોકરીના કહેવાતા કૌભાંડ કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઈડીએ લાલુપ્રસાદ અને તેમના પુત્ર તેજસ્વી યાદવને પટણા કાર્યાલયે હાજર રહેવા સમન જારી કર્યું હતું. પાઠવવામાં આવેલા સમન મુજબ લાલુપ્રસાદને 29 જાન્યુઆરી અને તેજસ્વીને 30 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. રાજદના બંને નેતાને નિવેદન નોંધાવવા એજન્સીના પટણા ખાતેના કાર્યાલયે બોલાવવામાં આવ્યા છે. તેજસ્વી આ કેસમાં એકવાર ઈડીના દિલ્હી ખાતેના કાર્યાલયે હાજર થઈ ચૂક્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓએ ઈડીને કહ્યું હતું કે પોતે રાજકીય અને સત્તાવાર કાર્યમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાવવા દિલ્હી આવી શકે તેમ નથી. લાલુપ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે રેલવેમાં નોકરીના બદલામાં જમીન પડાવી લેવાનો આક્ષેપ છે.
આ તેમનું રાજકારણ : મમતા
બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કહ્યું કે ભાજપ હવે સીએએનો ઘોંઘાટ કરી રહી છે. એ તેમનું રાજકારણ છે. અમે તમામને નાગરિકતા આપી છે. જે લોકો સરહદે વસી રહ્યા છે તેમને પણ બધું જ આપવામાં આવ્યું છે. તેઓ રાજ્યના નાગરિક છે. તેમને મતાધિકાર પણ મળેલો છે.


