અગ્ર ગુજરાત ,પાટણ, નિખીલ જોષી
સમગ્ર ભારતભરમાં ભગવાન શ્રી રામની અગાઉના સમયમાં અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી તેવી જ રીતે આજરોજ રામનવમીના દિવસે પણ ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ચાણસ્મા તાલુકાના લણવા ગામે પણ રામનવમીના દિવસે વહેલી સવારથી જ સમગ્ર ગામ રામમય બની જવા પામ્યું હતું તેમજ ગામની અંદર શોભાયાત્રા રામધૂન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ સમગ્ર લણવા ગામના લોકો જોડાઇને પ્રસંગ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો
રામ નામ મૈં લીન હૈ.દેખત સબ મૈં રામ આજે રામનવમીના પર્વ નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજમા ભગવાન શ્રી રામના નામનો ધર્મોલ્લાસ છવાયો હતો રામ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ઘરે ઘરે રામનવમીના ઉપવાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે આવેલ રામજીમંદિર ખાતે વહેલી સવારે ભગવાન શ્રી રામની મહાઆરતી કર્યા બાદ મહિલા મંડળ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર ગામની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા અવનવી વેશભૂષા ધારણ કરી હતી ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આમ સમગ્ર ગામની અંદર આખો દિવસ રામમય બની રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી


