દિલ્હી પોલીસે હિમાચલ પ્રદેશ અને દિલ્હી NCRની વચ્ચે સક્રિય એક મોટા ચરસ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે અને કૂલ 1.698 કિલો ચરસ જપ્ત કરી છે. આ રેકેટ પહાડી વિસ્તારોમાંથી માદક પદાર્થ લાવીને રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું.
પુછપરછ કરવામાં આવતા ઘણા ખુલાસા થયા
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે પ્રથમ ધરપકડ 12 ડિસેમ્બરે થઈ, જ્યારે કુલ્લુ જિલ્લાના રહેવાસી 40 વર્ષીય કુંદનલાલને પહાડગંજ સ્થિત એક હોટલથી દબોચી લેવામાં આવ્યા, તેની પાસેથી 1136 ગ્રામ ચરસ જપ્ત કરવામાં આવી, તેની વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો, તેની પુછપરછ કરવામાં આવતા ઘણા ખુલાસા થયા. આરોપી કુંદનની આ પહેલા 2024માં હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં પણ એક કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. પોલીસની પુછપરછ દરમિયાન તેને ખુલાસો કર્યો કે જપ્ત કરેલી ચરસ દિલ્હી એનસીઆરમાં સપ્લાય કરવાની હતી, તેની માહિતીના આધારે પોલીસે પૂર્વ દિલ્હીના રહેવાસી ગૌરવ વર્મા અને પીયૂષ કુમાર ઉર્ફે ઈલુ વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી.
દરોડામાં મનીષ કુમારની ધરપકડ કરવામાં આવી
પોલીસ મુજબ આ બંને આ પ્રતિબંધિત સામાનના રિસિવર હતા, 13 ડિસેમ્બરે પોલીસે દરોડા પાડીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી. તપાસ આગળ વધી તો પોલીસ આ નેટવર્કની વધુ એક કડી સુધી પહોંચી. કુંદન અને અન્ય આરોપીઓની જાણકારીના આધાર પર પોલીસે કુલ્લૂ જિલ્લાના જ રહેવાસી મનીષ કુમાર ઉર્ફે મનીષ ઠાકુરને ઓળખ કરી. તે આ સપ્લાય ચેનનો એક્ટિવ મેમ્બર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 18 ડિસેમ્બરે કાશ્મીરી ગેટ વિસ્તારમાં મજનૂ કા ટીલા ISBTની પાસે એક વિશેષ દરોડા દરમિયાન મનીષ કુમારની ધરપકડ કરવામાં આવી.
આ નેટવર્કમાં કોણ કોણ જોડાયેલા?
ધરપકડના સમયે તેની પાસે રહેલી બેગની તપાસ કરવામાં આવી, જેમાંથી 562 ગ્રામ ચરસ જપ્ત થઈ, આ ચારેયની ધરપકડ બાદ પોલીસે કૂલ 1.698 કિલો ચરસ જપ્ત કરી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ નેટવર્કમાં કોણ કોણ જોડાયેલા છે. રાજધાનીમાં નશાની સપ્લાય કયા વિસ્તારો સુધી કરવામાં આવી રહી હતી. તેની સાથે જ હિમાચલ પોલીસની સાથે પણ જાણકારી શેયર કરવામાં આવી છે. જેથી સ્થાનિક સ્તર પર આ રેકેટથી જોડાયેલા લોકોની ઓળખ કરી શકાય.


