જમાત-ઉદ-દાવાના કમાન્ડર અને હાફિઝ સઈદના ભત્રીજા અબુ કતાલનું પાકિસ્તાનના ઝેલમમાં ઠાર મરાયો છે. તે અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો, ખાસ કરીને 2024ના રિયાસી આતંકવાદી હુમલામાં. આ હુમલો તેની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ
નદીમને અબુ કતાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જમાત-ઉદ-દાવાના કમાન્ડર અને હાફિઝ સઈદના ભત્રીજા છે અને ખૂબ જ ખાસ છે. પાકિસ્તાનના ઝેલમમાં તેને મારી નાંખ્યો હોવાના સમાચાર છે. મંગલા બાયપાસ નજીક તેની અને તેના એક સાથીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા માણસોએ તેના કાર પર ગોળીબાર કર્યો, જેમાં બે લોકોના મોત થયા અને એક ઘાયલ થયો.
રિયાસી હુમલાનો માસ્ટરમાઇન્ડ
અબુ કતાલ પીઓકેમાં બેસીને તે જમ્મુ અને કાશ્મીરમાં સતત હુમલાઓ કરી રહ્યો હતો. હાફિઝ સઈદે જમ્મુ-કાશ્મીર પર મોટો હુમલો કરવાની જવાબદારી અબુ કતલને સોંપી હતી. હાફિઝે કતાલને લશ્કરનો મુખ્ય ઓપરેશનલ કમાન્ડર બનાવ્યો હતો. કતાલને હાફિઝ પાસેથી આદેશ મળતો હતો અને ત્યારબાદ તે કાશ્મીરમાં મોટા હુમલા કરતો હતો. તે 9 જૂનના રોજ રિયાસી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. તે સેના સહિત તમામ સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો રહ્યો.
અબુ કતાલ કઈ આતંકી ઘટનાઓમાં સામેલ હતો?
અબુ કતાલ ઘણી મોટી આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો. તે મુંબઈમાં 26/11 ના હુમલામાં સામેલ હતો. આ સાથે, 9 જૂન 2024 ના રોજ બસ દ્વારા પરત ફરી રહેલા યાત્રાળુઓ પર થયેલા હુમલામાં અબુ કતાલનું નામ પણ સામે આવ્યું હતું. આ યાત્રાળુઓ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં શિવ-ખોરી મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
NIA અનુસાર, 2023ના રાજૌરી હુમલામાં અબુ કતાલની સંડોવણી પણ બહાર આવી હતી. અબુ કતાલનો સમાવેશ NIAની મોસ્ટ વોન્ટેડ યાદીમાં થયો હતો. અબુ કતાલ લાંબા સમયથી ભારતીય સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. ભારતની સુરક્ષા એજન્સીઓ તેને શોધી રહી હતી. આવી સ્થિતિમાં અબુ કતાલની હત્યા ભારત માટે સારા સમાચાર છે.


