- ટીએમસીએ 42 બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર
- ઇન્ડિ ગઠબંધનમાં ફાંટ પડતા બીજેપીએ કર્યા પ્રહાર
- કહ્યું રાહુલગાંધી જ્યાં જાય ત્યાં ઇન્ડિ.ગઠબંધને અંતિમ શ્વાસ લીધા
TMCએ આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલી યાદી છે કે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે INDI ગઠબંધનથી અલગ પોતાની પાર્ટીની યાદી જાહેર કરી છે. જેને લઇને કોંગ્રેસે તો નારાજગી વ્યક્ત કરી છે. પરંતુ આ મામલે ભાજપે પણ ઇન્ડિ ગઠબંધનને લઇને આકરા પ્રહારો કર્યા હતા.
સંદેશખાલી મામલે કોંગ્રેસે મૌન જાળવ્યું- શહેજાદ પૂનાવાલા
આ મામલે ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે આજે વધુ એક ‘ઝટકો અને વધુ એક કલેશ. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ એક તરફી રીતે સીટોની જાહેરાત કરી છે અને હવે કોંગ્રેસ અહીં અને ત્યાં જોઈ રહી છે. રાહુલ ગાંધી જ્યાં પણ ગયા છે ત્યાં ઇન્ડિ. ગઠબંધને અંતિમ શ્વાસ લીધા છે. કોંગ્રેસ પક્ષે સંદેશખાલી પર વ્યૂહાત્મક મૌન જાળવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિયંકા વાડ્રા અને રાહુલ ગાંધીએ શેખ શાહજહાં કેસમાં કંઇ બોલ્યા અને મલ્લિકાર્જુન ખડગેએ તેનો બચાવ કર્યો. સૌથી પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસને કહ્યુ હતું કે બે સીટ લઇ લો નહી તો આખા દેશમાં કોંગ્રેસને 40 સીટ પણ નહી મળે. આ તેમના ગઠબંધનની સ્થિતિ છે.
કોંગ્રેસે દર્શાવી નારાજગી
આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે અને ગઠબંધન કોઈપણ સમયે વિડ્રોઅલ શકે છે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, કોંગ્રેસ હંમેશા કહે છે કે તે પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાથે સન્માનજનક બેઠક વહેંચણીની ફોર્મ્યુલા ઈચ્છે છે. તેનો અર્થ છે કે પરસ્પર વાતચીત. એક પ્રકારનું ગિવ એન્ડ ટેક અને કરાર. અમે હંમેશા કહ્યું છે કે વાતચીત અને સીટ વહેંચણી માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. પરંતુ સીટોની આવી એક તરફી જાહેરાત ન થવી જોઇએ.
જયરામ રમેશે કહ્યું- ખબર નથી ટીએમસી પર શું દબાણ હતું
તેમણે કહ્યું કે આપણે સાથે મળીને સીટોની જાહેરાત કરવી જોઈતી હતી જેમ આપણે દિલ્હી, યુપી, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કરી હતી. હવે ટીએમસીએ સીટોની જાહેરાત કરી છે. જો કે, અમને ખબર નથી કે TMC પર શું દબાણ હતું, પરંતુ જ્યાં સુધી અમારો સંબંધ છે, અમે પશ્ચિમ બંગાળમાં ભારત ગઠબંધનને મજબૂત કરવા માંગીએ છીએ. હવે જોઈએ આગળ શું થાય છે.


