કચ્છ જિલ્લામાં નશાના કાળા કારોબારને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) એક સફળ ઓપરેશન પાર પાડીને નશાકારક પદાર્થોના સેવન માટે વપરાતી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસેથી મોટી માત્રામાં પ્રતિબંધિત ‘રોલીંગ પેપર’ અને ‘ગોગો સ્મોકીંગ કોન’નો જથ્થો મળી આવ્યો છે. આ પદાર્થોનો ઉપયોગ મુખ્યત્વે માદક દ્રવ્યોના સેવન માટે કરવામાં આવતો હોવાથી તંત્ર દ્વારા તેના વેચાણ પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચનો સપાટો
વિગતવાર કાર્યવાહીમાં, પોલીસે ગૌતમ ખાંડેકા નામના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 224 નંગ ગોગો કોન અને 638 નંગ ગોગો રોલીંગ પેપર જપ્ત કર્યા છે. જ્યારે અન્ય એક કાર્યવાહીમાં સદામ કુંભાર નામના શખ્સ પાસેથી 36 ગોગો કોન અને 26 રોલીંગ પેપર મળી આવ્યા છે. પૂર્વ કચ્છ LCBની આ કાર્યવાહી બાદ આરોપીઓ વિરુદ્ધ આદિપુર અને ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ અન્ય કયા મોટા માથાઓ સામેલ છે.
આ પણ વાંચો : Surat News : રાંદેરમાં રૂ. 1500 ની લેતીદેતીમાં સાથી કર્મચારીએ જ કરી મિત્રની હત્યા


