- જર્જરિત બિલ્ડિંગ ઉતારીને નવું ભવન બનાવાયું
- બાજુમાં આવેલી ખાનગી માલિકીમાં કર્યું બાંધકામ
- નગર પ્રાથમિક સમિતિની ભુલના કારણે SMCને ખોટ
સુરતમાં મનપા તંત્રમાં અંધેર નગરી ગંદુ રાજા જેવી સ્થિતિ સામે આવી રહી છે. જેમાં અડાજણના હોડી ચકલા ખાતે સ્કુલ આવી છે. તેમજ સમિતિ દ્વારા શાળા ક્રમાંક-150ની જર્જરિત બિલ્ડિંગ ઉતારીને નવું ભવન બનાવતી વખતે બાજુમાં આવેલી ખાનગી માલિકીની જમીન ઉપર પણ બીમ-કોલમનું બાંધકામ કરી દેવાયું હતું.
આ ભૂલથી પાલિકાને સ્કૂલ પાસેની ખાનગી જમીનના બદલામાં એલપી સવાણી ખાતે પ્રાઇમ લોકેશન વાળી જમીન આપવાની નોબત આવી છે. સ્ટેન્ડિંગમાં ટાઉન પ્લાનિંગ વિભાગે જમીનના બદલામાં જમીન આપવાની દરખાસ્ત રજૂ કરી હતી. નજીવી ભૂલ પાલિકાને મોંઘી સાબિત થઇ હોવાની બેઠકમાં ટકોર કરાઇ હતી.
સ્કૂલ પાસેની ખાનગી જમીનના બદલામાં બીજી જગ્યા આપવી પડી છે. આ ભુલ ના કારણે SMC ને આવી ખોટ ગઈ છે. જેમાં એલપી સવાણી ખાતે પ્રાઇમ લોકેશન વાળી જમીન આપવાની નોબત આવી છે. સ્ટેન્ડિંગમાં ટાઉન પ્લાનિંગ વિભાગે જમીનના બદલામાં જમીન આપવાની દરખાસ્ત રજૂ કરી હતી.


