- ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં આવ્યો નવો વળાંક
- ઇજિપ્તને બદલે લેબનોન યુદ્ધ કરવા માટે લડી લેવાના મુડમાં
- લેબનોનના હિઝબુલ્લા જૂથે ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કર્યા
વર્ષ 1967માં ઈઝરાયેલે ઈજિપ્ત, સીરિયા અને જોર્ડન સાથે ઐતિહાસિક યુદ્ધ લડ્યું હતું અને આ વખતે પણ સ્થિતિ એવી જ બની રહી છે. ફરક એ છે કે આ વખતે ઇજિપ્તને બદલે લેબનોન કડક વલણ દાખવી રહ્યું છે. લેબનોનના હિઝબુલ્લા જૂથે દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલની એક ટેન્કને તોડી પાડી છે. સીરિયાના અલ કાસિમ જૂથે યુદ્ધની સ્થિતિમાં હમાસ વતી લડી લેવાના મૂડમાં છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે ઉગ્ર વળાંક લઈ રહ્યું છે. ગાઝા પટ્ટી પર એક તરફ ઈઝરાયેલનું હવાઈ હુમલા ચાલુ છે તો બીજી તરફ ગાઝા બોર્ડર પર ઈઝરાયેલ સેનાનો જમાવડો વધી રહ્યો છે. ઈઝરાયલી સેનાએ ગાઝા પટ્ટીમાં ઓપરેશન શરૂ કરી દીધું છે. આ વખતે ઈઝરાયલે ગાઝા પર સંપૂર્ણ કબજો કરીને હમાસને નષ્ટ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, પરંતુ હમાસને હવે લેબનોન તરફથી ખુલ્લું સમર્થન મળી રહ્યું છે. જ્યારે લેબનોનના હિઝબુલ્લા જૂથે ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કર્યા તો ઈઝરાયેલે પણ વળતો જવાબ આપ્યો. સાથે જ સીરિયા અને જોર્ડનની પણ નજર ઈઝરાયેલ પર છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો આ સંઘર્ષ વિનાશક વળાંક લેતો જોવા મળી રહ્યો છે.
આવનારું યુદ્ધ મધ્ય પૂર્વનું સૌથી મોટું યુદ્ધ
આ યુદ્ધ હવે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જો તણાવ ઓછો નહીં થાય તો આવનારું યુદ્ધ મધ્ય પૂર્વનું સૌથી મોટું યુદ્ધ બની શકે છે. કારણ કે આ યુદ્ધમાં માત્ર ઈઝરાયેલ જ નહીં, હમાસ પણ અન્ય ખેલાડીઓ પણ કૂદી પડ્યા છે. ઇઝરાયલના ત્રણ સૌથી મોટા દુશ્મનો લેબનોન, સીરિયા અને જોર્ડન પણ યુદ્ધ લડી રહ્યા હોય તેવું લાગે છે. 1967માં ઈઝરાયેલે ઈજિપ્ત, સીરિયા અને જોર્ડન સાથે ઐતિહાસિક યુદ્ધ લડ્યું હતું અને આ વખતે પણ સ્થિતિ એવી જ બની રહી છે. ફરક એ છે કે આ વખતે ઇજિપ્તને બદલે લેબનોન કડક વલણ દાખવી રહ્યું છે.
આ વખતે વિશ્વ યુદ્ધ થશે
લેબનોનના હિઝબુલ્લા જૂથે દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલની એક ટેન્કને તોડી પાડી છે. સીરિયાના અલ કાસિમ જૂથે યુદ્ધની સ્થિતિમાં હમાસ વતી લડવાની જાહેરાત કરી છે. જોર્ડનની સેનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જોર્ડનની સેના ઈઝરાયેલ તરફ આગળ વધી રહી છે. જો ત્રણેય દેશો હમાસને ટેકો આપે અને ઈઝરાયેલ સામે લડે તો વિશ્વયુદ્ધ નિશ્ચિત છે. એક તરફ અમેરિકા-ઈઝરાયેલની ધરી છે અને બીજી બાજુ હમાસની ધરી છે. ઈરાન, રશિયા અને ચીન આડકતરી રીતે હમાસની સાથે ઉભા છે જ્યારે લેબનોન, સીરિયા અને જોર્ડન સીધા હમાસ સાથે ઉભા છે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.