- અમદાવાદમાં 89 વર્ષની વયે અંતીમ શ્વાસ લીધા
- ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ વસ્ત્રાગારથી આજે અંતિમયાત્રા નીકળશે
- શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ અને K.V.I.C ના પૂર્વ ચેરમેન દેવેન્દ્રભાઇ દેસાઈનું અમદાવાદ ખાતે નિધન થયેલ છે. તેમની અંતિમ યાત્રા બપોરે 2 કલાકે ગુજરાત ખાદીગ્રામોદ્યોગ વસ્ત્રાઞાર અમદાવાદથી નીકળશે.
દેશના ખાદી બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
તેઓ દેશના ખાદી બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. આશરે 89 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. દેવેન્દ્રભાઈ દેસાઈ ખાદીગ્રામ, ઉદ્યોગ તથા ગામડાના વિકાસ અને સહકારી ક્ષેત્રમાં છેલ્લા 50 વર્ષથી સક્રિય હતા. ગુજરાતમાં ગાંધી વિચારકોની કાયમ ઉણપ રહી છે અને તેમાંય મોર્ડન જમાનામાં ખાદી જેવા વસ્ત્રને જીવંત રાખવું અતિકઠીન છે ત્યારે ખાદી અન ગાંધી વિચારને જીવંત રાખનાર દેવેન્દ્રભાઈ દેસાઈએ અમદાવાદમાં 89 વર્ષની વયે અંતીમ શ્વાસ લીધા છે.
ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ વસ્ત્રાગારથી અંતીમયાત્રા નીકળશે
આજે બપોરે બે વાગ્યે અમદાવાદમાં એલિસ બ્રિજ પાસેના ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ વસ્ત્રાગારથી અંતીમયાત્રા નીકળશે, જે વીએસ સ્મશાનગૃહ જશે. દેવેન્દ્રભાઈ દેસાઈ મનમોહનસિંઘ સરકાર વખતે દેશના ખાદી બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. દેવેન્દ્રભાઈ દેસાઈ ખાદીગ્રામ, ઉદ્યોગ તથા ગામડાંના વિકાસ અને સહકારી ક્ષેત્રમાં છેલ્લા 50 વર્ષથી સક્રિય હતા. આ સમાચાર જાણીને ખાદી ઉત્પાદન વેચાણ સાથે જોડાયેલી સંસ્થાઓ અને ગાંધી વિચારધારા લોકોમાં ખુબજ ઊંડા દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. દેવેન્દ્રભાઈની કર્મ ભૂમિ રાજકોટ રહેલ તેઓ છેલ્લા 50 વર્ષથી સહકારી છેત્રે તેમનું પ્રદાન ખૂબ જ રહેલું છે. ખાદી ગ્રામોદ્યોગ છેત્રે રોજગારી પૂરી પાડવાનું તેમનું યોગદાન આજીવન રહેલું છે. તેઓ રાજકોટ ડેરીના સ્થાપક પ્રમુખ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, ભારત સરકારના kVICના ચેરમેન હતા. તેમના 6થી વધુ પુસ્તક પ્રકાશિત થયા છે. તેઓ જનતાદળના પણ પ્રમુખ હતા.


