- ઝાડ પરથી લીંબુનો પાક ખરી પડતા લીંબુની આવક ઓછી
- 20 કિલો લીંબુના જથ્થાબંધનો ભાવ રૂ.1800થી 2000
- ગયા મહિને 20 કિલો લીંબુનો ભાવ રૂ. 600થી 800 હતો
રાજ્યમાં હજી તો ઠંડીની અસર જોવા મળી રહી છે ત્યાં અત્યારથી જ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનતાને મોંઘવારીમાં વધુ એક માર પડી રહ્યો છે. આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારના કારણે ઝાડ પરથી લીંબુનો પાક ખરી પડતા લીંબુની આવક ઓછી જોવા મળી રહી છે અને તેના કારણે 20 કિલો લીંબુના જથ્થાબંધનો ભાવ રૂ.1800થી 2000 સુધી પહોંચ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, લીંબુના જથ્થાબંધ ભાવમાં 1800 થી 2000 રૂપિયા સુધી પહોંચ્યો છે. જેમાં ગયા મહિને 20 કિલો લીંબુનો જથ્થાબંધ નો ભાવ 600થી 800 રૂપિયા હતો. આ વચ્ચે તાજેતરમાં બજારમાં સાઈઝ પ્રમાણે 100 થી 150 રૂપિયે કિલો લીંબુનું વેચાણ થઈ રહ્યું છે.
કેમ વધ્યો ભાવ
નોંધનીય છેકે, ગુજરાતમાં જાન્યુઆરી,ફેબ્રુઆરી, માર્ચમાં હૈદરાબાદથી લીંબુ આવે છે. જ્યારે હાલમાં દક્ષિણ ભારતમાં વાવાઝોડું, કમોસમી વરસાદથી અસર જોવા મળી રહી છે. જેના કારણે નવી આવક શરૂ નહીં થાય ત્યાં સુધી ભાવ નહીં ઘટે તેવી પણ સ્થઇતિ જોવા મળી રહી છે.
આ ઉપરાંત ગયા મહિને 20 કિલો લીંબુનો ભાવ રૂ. 600થી 800 હતો. જે તાજેતરમાં 20 કિલો લીંબુના જથ્થાબંધનો ભાવ રૂ.1800થી 2000 સુધી પહોંચી ગયો છે. દક્ષિણ ભારતમાં વાવાઝોડું અને મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને લીધે પાક ઓછો ઊતર્યો છે. જેની અસર આગામી સમયમાં ગરમી શરૂ થતાં પણ જોવા મળી શકે છે.


