- પારનેરા, અતુલ વિસ્તારમાં દેખાયો દીપડો
- ડુંગર પર જવા વાળા લોકોમાં ભયનો માહોલ
- લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે
વલસાડમાં ફરી એકવાર દીપડો દેખાયો છે. જેમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. તેમાં પારનેરા, અતુલ વિસ્તારમાં દીપડો દેખાયો છે. ત્યારે ડુંગર પર જવા વાળા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેમાં વલસાડ વન વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળ્યુ છે. છેલ્લા ઘણા સમયથી અતુલ અને પારનેરા વિસ્તારમાં દીપડો ફરી રહ્યો છે.
પારનેરા અતુલ વિસ્તારમાં દીપડાનો ભય યથાવત
પારનેરા અતુલ વિસ્તારમાં દીપડાનો ભય યથાવત છે. જેમાં ફરી એકવાર દીપડો દેખાદેતા લોકોમાં ભયનો માહોલ છે. પારનેરા ડુંગર પર અતુલ તરફ દીપડો ફરી દેખાયો છે. ત્યારે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેમજ બીજી તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે. જીવાપર ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું છે. તેમાં પશુના મારણથી ખેડૂતમાં ભયનું વાતાવરણ સર્જાયુ છે. બાબુભાઈ મેરના વાડામાં દીપડો ત્રાટકયો હતો ત્યારે પશુનું મારણ કર્યું હતુ.
દિપડાએ 2 મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો
અગાઉ વલસાડના વેલવાચ ગામે દિપડાએ 2 મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં માનવભક્ષી દીપડો હુમલો કરી ફરાર થયો હતો. જોકે ગામ લોકો ભેગા થતા દીપડો ભાગતો નજરે પડ્યો હતો જે સ્થાનિકોએ વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. જોકે ઘાયલ મહિલાઓને ધરામપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ખેતરેથી પરત ફર્યા બાદ પુત્રીએ દિપડાને નીહાળી લેતા મહિલાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
વલસાડના વેલવાચ ગામે એક મકાનમાં દીપડો ઘુસ્યો હતો
વલસાડના વેલવાચ ગામે એક મકાનમાં દીપડો ઘુસ્યો હતો. પરિવારના સભ્યો બહાર ગયા હતા. ઘરે આવ્યા ત્યારે પાછળના રૂમનો દરવાજો ખોલતા નાની દીકરીએ દીપડાને જોઈ બુમાબુમ કરવા લાગી હતી. મહિલાએ રૂમનો દરવાજો બંધ કરવા જતાં દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો હતો. મહિલાને પકડ્યા બાદ થોડે દુર ઉભેલી મહિલા ઉપર પણ હુમલો કર્યો હતો. બુમાબુમ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને દીપડો ઘરમાંથી વહાર ભાગી છૂટ્યો હતો. સ્થાનિક અગ્રણીઓએ ઘટનાની જાણ વન વિભાગની ટીમ અને 108ની ટીમને કરી હતી. 108ની મદદ લઈને મહિલાને ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.


