- જામકંડોરણામાં દિપડાના આંટાફેરાથી લોકોમાં ભય
- વન વિભાગને દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા નથી
- તકેદારીના ભાગ રૂપે લોકોએ સલામતી રાખવા અપીલ
દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે જામકંડોરણામાં દિપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જામકંડોરણાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા લોકોને સલામતીની અપીલ કરવામાં આવી રહી છે. તકેદારીના ભાગ રૂપે લોકોએ સલામતી રાખવા અપીલ. ફોરેસ્ટ વિભાગે દીપડો પકડવા તજવીજ હાથ ધરી દીધી છે. ખેડૂતોને માલ-ઢોર અંદર પુરી રાખવા સૂચના અપાઈ છે. રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા પણ સલાહ આપવામાં આવી છે. નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવા લોકોને સૂચના.
ફોફળ ડેમ વિસ્તારમાં દેખાયો
રાજકોટ જીલ્લાનાં જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રાત્રે દીપડાએ દેખા દેતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે જામકંડોરણા તાલુકાના ધોળીધાર અને ભાદરા ગામની સીમમાં ફોફળ ડેમના વિસ્તારમાં દીપડો આવ્યાંની ચર્ચાથી જામકંડોરણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વન વિભાગે તપાસ શરૂ કરી
જ્યારે જામકંડોરણા ફોરેસ્ટ વિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે. આતકે જામકંડોરણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.જે ચૌધરી દ્વારા લોકોને અપીલ કરી છે કે શિયાળાની ઋતુમાં વન્ય પ્રાણીઓની અવર જવર વધુ હોય છે. જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓ બહાર નીકળે છે. ખેડૂતોને માલ-ઢોર અંદર પુરી રાખવા સૂચન કરવામાં આવ્યું છે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની સલાહ આપી છે. નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવા પણ લોકોને સૂચના આપી છે
વન વિભાગને ફૂટ પ્રિન્ટ જોવા મળ્યા ન હતા
હાલ જામકંડોરણામા એક વિડિયો વાયરલ થયો છે. જે સ્થળે ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી ગઈ હતી અને તજવીજ હાથ ધરી હતી પરંતુ ફોરેસ્ટ વિભાગની ટીમને દીપડાના ફુટ ચિન્હો જોવા મળ્યા ન હતા. છતાં તકેદારીના ભાગ રૂપે લોકોને સલામતી રાખવા અપીલ કરવામાં આવી હતી. જામકંડોરણાં ફોરેસ્ટ વિભાગે દીપડા અંગેના સમાચાર જાણીને દીપડાને શોધવાની તજવીજ હાથ ધરી દીધી છે. ગામ લોકોમાં ભય ફેલાયો છે ત્યારે વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે, બહાર વધુ અવર-જવર ના કરો, માલ-ઢોર-ઠાંખરને અંદર પુરી રાખો અને જાહેરમાં નોનવોજનો કચરો ના નાખશો. સલામત સ્થળે રહેવા વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે.


