લઘુઉદ્યોગ ભારતી એ MSME ઉદ્યોગોનું દેશમાં સૌથી મોટું સંગઠન છે. દેશના ૫૬૬ જીલ્લાઓમાં અને ૧૧૩૭ ઔદ્યોગીક ક્ષેત્રોમાં તેના સભ્યો પથરાયેલા છે અને કુલ સદસ્યતા પચાસ હજાર થી વધારે છે.
મોરબી શહેરમાં ૨૫૦ થી વઘુ સભ્યો સાથે લઘુ ઉદ્યોગ ભારતી કાર્યરત છે. ત્યારે ટંકારા તાલુકામાં આ સંગઠનને કાર્યરત બનાવવા માટે ગત તા.૧૯ મે ૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ટંકારાના છતર GIDC માં એક સવિશેષ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. આ મિટીંગમાં ૫૦ થી વઘુ સ્થાનીક ઉદ્યોગકારોએ ભાગ લીધેલ. આ બેઠકમાં માર્ગદર્શન આપવા લઘુઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીયમંત્રી શ્યામ સુંદર સલુજા અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા ખાસ ઉપસ્થિત રહેલ. બંને મહાનુભાવોએ સ્થાનીક સ્તરે નડતરરૂપ વિવિધ પ્રશ્નો જેવા કે વ્યપારીઓને માલ સપ્લાઇ કર્યા પછી પેમેન્ટ ફસાઇ જવું, PGVCL દ્વારા વિજ સપ્લાયમાં સાતત્યતા ન જળવાવી વગેરે પ્રશ્નોની ઉપર ચર્ચા કરવામાં આવેલ અને તેના ઉકેલ માટે શ્યામ સુંદર સલુજાએ અન્ય જીલ્લાઓમાં આવા પ્રશ્નોના સમાધાન માટે અપનાવામાં આવેલ રસ્તાની માહિતી આપેલ. વિશેષ કરીને એવા પ્રશ્નો કે જે સ્થાનીક સ્તરે ન ઉકેલી શકાતા હોઇ અને રાજ્ય સ્તરે ઉકેલવા પડે તેમ હોઇ તેમાં સંપુર્ણ રીતે સાથ સહકાર આપી સાથે રહેવાની બાહેંધરી આપેલ. સાથો સાથ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા અત્યાર સુધી દેશભરમાં કરવામા આવેલ વિવિધ કાર્યોની પણ માહિતી આપવામાં આવી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં લઘુઉદ્યોગ ભારતી – સૌરાષ્ટ્રના વિવિધ હોદેદારો જયભાઇ માવાણી, અરવિંદભાઇ તળપદા, ભરતભાઇ ડાંગરીયા, જયસુખભાઇ રામાણી, દિનેશભાઇ નારીયા, જેન્તિભાઇ મુંગરા, ભિમજીભાઇ ભાલોડીયા વગેરે ઉપસ્થિત રહેલ. સંપુર્ણ કાર્યક્રમનું આયોજન લઘુઉદ્યોગ ભારતી – મોરબી ના પ્રમુખ હરેશભાઇ બોપલીયા, મંત્રી સંદિપભાઇ કૈલા તેમજ ટંકારા સ્થિત ઉદ્યોગકારો ફાલ્ગુનભાઇ સંઘાણી અને હસમુખભાઇ દુબરિયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.


