- સાંજે PM મોદી લોકાર્પણ કરશે
- રાષ્ટ્રપતિ નાહ્યાને કહ્યું-‘મંદિર માટે જ્યાં પણ રેખા ખેંચશો, તે જમીન આપી દઈશ’
- હાલ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરુ થઈ ગઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની બે દિવસીય મુલાકાતે છે. તેઓ આજે સાંજે અબુધાબીમાં 27 એકરમાં ફેલાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ કરશે.PM મોદી 13 જાન્યુઆરીએ દુબઈ પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહ્યાનને મળ્યા હતા. ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. અહીં 65 હજાર ભારતીયોને કહ્યું- રાષ્ટ્રપતિ નાહ્યાએ મંદિરનાં પ્રસ્તાવ માટે એક ક્ષણ પણ બગાડયા વિના હા પાડી દીધી છે. તેમણે મને ત્યાં સુધી કહ્યું કે હું મંદિર માટે જ્યાં પણ રેખા ખેંચીશ, તેઓ મને તે જમીન આપી દેશે…
BAPS મંદીર
આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા કરવામાં આવ્યું છે. તેને 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.આજે વસંત પંચમીના દિવસે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના મંદિરનું ઉદ્ઘાટન કરનારા છે. તેઓ મંગળવારે જ અબુધાબી પહોંચી ગયા છે. આ ભવ્ય મંદિરનું નિર્માણ રાજસ્થાનના ગુલાબી સેન્ડસ્ટોનમાંથી કરવામાં આવ્યું છે અને 27 એકરમાં બનેલું આ 108 ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્યની અજાયબી માનવામાં આવે છે.
આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર
અરબ અમીરાતમાં બીજાં 3 મંદિરો પણ છે, પરંતુ આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે. આ મંદિર દુનિયાભરના હિન્દુઓ માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે. આ ભવ્ય મંદિરમાં 7 શિખરો છે જે સાત અમીરાત દર્શાવે છે. ઉલ્લેખનીય તો તે છે કે આ મંદિર માટે એક ઈસ્લામીક દેશ યુએઈએ જમીન દાનમાં આપી છે. આ મંદિર ભારતીય વાસ્તુકલાનો અદ્ભૂત નમૂનો છે.


