- બરડા ડુંગરની લીલી પરિક્રમાનો પ્રારંભ
- જાંબુવતી ગુફાએ જ પૂર્ણ થશે પરિક્રમા
- ભાવિકો ભજન-કીર્તન અને સત્સંગમાં થાય છે તરબોળ
બરડા ડુંગરની લીલી પરિક્રમાનો તા.16 નવેમ્બરથી પ્રારંભ થયો છે. જાંબુવતી ગુફા ખાતેથી સવારે પરિક્રમાનો પ્રારંભ થયો હતો જે કરી ખપ્પર, ચોરછગે, રાણપર, ધીંગેશ્વર મહાદેવ, ઘુમલી, મોડપર, બિલેશ્વર, કષ્ટભંજન હનુમાન થઇ અને ફરી જાંબુવતી ગુફા ખાતે પૂર્ણ થશે.
બરડા ડુંગરની લીલી પરિક્રમાનો તા.16 નવેમ્બરથી પ્રારંભ થયો છે. જાંબુવતી ગુફા ખાતેથી સવારે પરિક્રમાનો પ્રારંભ થયો હતો જે કરી ખપ્પર, ચોરછગે, રાણપર, ધીંગેશ્વર મહાદેવ, ઘુમલી, મોડપર, બિલેશ્વર, કષ્ટભંજન હનુમાન થઇ અને ફરી જાંબુવતી ગુફા ખાતે પૂર્ણ થશે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને ત્રણ દિવસની આ પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જાબુવંતી ગુફા ખાતેથી આ પરિક્રમાનો પ્રારંભ થયા છે અને ત્યાંથી જ પૂર્ણાહુતિ થાય છે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે અને પરિક્રમા કરી પુણ્યનું ભાથ્થુ બાંધે છે.
જૂનાગઢના ગિરનાર ડુંગરની જેમ પોરબંદરનો બરડો ડુંગરનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ રહેલું છે. બરડો ડુંગર તપ માટે જાણીતો છે. અહીં ત્રિકમાચાર્ય બાપુએ તપ કર્યું હતું, તો ઘુમલી ખાતે આશાપુરા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ સિવાય અનેક પૌરાણિક મંદિર પણ આવેલા છે. દરેક ધાર્મિક સ્થાનોને આવરી લેતી આ પરિક્રમા ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. પોરબંદર અને જામનગર જિલ્લાની હદમાં બરડો ડુંગર આવેલો છે. તપ માટે બરડો ડુંગર જાણીતું છે કારણ કે, અનેક સાધુ સંતઓએ અહીં તપ કરેલું છે. બરડા ડુંગરની પરિક્રમાનું ધાર્મિક મહત્વને લઇ સેવાભાવીઓ દ્વારા વર્ષ 2002માં પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો અને આજે તેને 21 વર્ષ પૂર્ણ થયા છે. દર વર્ષે આ પરિક્રમામાં શ્રદ્ધાળુઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
પોરબંદરના બરડાડુંગરની લીલી પરિક્રમા યોજાતા ભાવિકો ભજન-કીર્તન, સત્સંગમાં તરબોળ બન્યા હતા. પોરબંદર જિલ્લામાં આવેલ જાંબુવંતી ગુફાએથી બરડાડુંગરની પરિક્રમાનો પ્રારંભ થાય છે. કાર્તિક સુદ ત્રીજના દિવસથી આ પરિક્રમા શરૂ થાય છે. જૂનાગઢની લીલી પરિક્રમમાની જેમ જ પોરબંદરના બરડા ડુંગરની લીલી પરિક્રમા યોજાય છે. બરડા ડુંગરની પરિક્રમાનો કારતક સુદ ત્રીજથી પ્રારંભ થાય છે. આ પરિક્રમા ત્રણ દિવસ સુધી ચાલશે. બરડા ડુંગરમાં આવેલા ધાર્મિક સ્થાનોને આવરી લેતા ડુંગરની લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ રહેલું છે.
બરડા ડુંગરમાં અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે બરડા ડુંગર વિવિધ લોકવાયકાઓ સાથે પણ સંકળાયેલો છે. બરડા ડુંગરની લીલી પરિક્રમાનો રવિવારના દિવસે પ્રારંભ થયો હતો અને મંગળવારે સમાપન થયું હતું. આ પરિક્રમા દરમિયાન પદયાત્રિકો ભજન, ભોજન, ભક્તિ, સત્સંગ-કીર્તનમાં તરબોળ જોવા મળ્યા હતા.


