- લીલી પરિક્રમાની તારીખ આવી
- 23 નવેમ્બરથી યોજાશે પરિક્રમા
- શાસ્ત્રોમાં વર્ણિત છે પરિક્રમાનું મહત્વ
જૂનાગઢ જિલ્લામાં અતિ પ્રસિદ્ધ અને લોકોના હૃદયમાં ભાવભક્તિની સાથે પ્રકૃતિના મિલનનું એક અનોખું સ્થાન ધરાવતી ગિરનારની લીલી પરિક્રમાની તારીખ આવી ગઈ છે. માહિતી પ્રમાણે 23 નવેમ્બરથી આ પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમા યોજાવાની છે. દિવાળી બાદ યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેનું ઘાર્મિક મહત્વ પણ અનેરું છે. આ વખતે 23 નવેમ્બર 2023ના રોજથી આ પરિક્રમાનો પ્રારંભ થશે એવી માહિતી સામે આવી છે.
લીલી પરિક્રમાનું અનેરૂં મહત્વ
જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ છે. આ વર્ષે પણ લીલી પરિક્રમા યોજાવા જઇ રહી છે. સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થતી હોય છે. બે વર્ષ કોરોનાના કારણે લીલી પરિક્રમા બંધ હતી. બે વર્ષ બાદ પરિક્રમા યોજાતા. શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા જોવાઇ રહી છે. ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાંભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે.
ભક્તો કુલ 36 કિલોમીટરનું અંતર કાપીને ગ્રીન સર્કલ પૂર્ણ કરે છે.
ગિરનારની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર ચાલે છે. પરિક્રમા માર્ગ પર વિવિધ ઉત્તરા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચો માલ લાવે છે અને જંગલમાં જ રસોઇ કરીને વન ભોજન કર્યાનો આનંદ પણ માણે છે.
લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ
કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. સતયુગમાં દેવી દેવતાઓએ પણ ગિરનારની પરિક્રમા કર્યોનો ઉલ્લેખ છે. ભગવાન શ્રીકૃષ્ણે જ પરિક્રમા કરી હોવાનો ઉલ્લેખ છે.


