રાજ્યના સૌરાષ્ટ્રના પાંચ ક્રિકેટરોની કીટમાં દારૂ- બીયરનો જથ્થો ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે સી કે નાયડું ટ્રોફીની મેચ જીતીને રાજકોટ આવી રહેલા ક્રિકેટરોની ચંડીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન ક્રિકેટરોની કીટની તપાસ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ક્રિકેટરો જણાવ્યં હતું કે રણજી ટીમના સિનયરે જુનિયર પાસે દારૂ અને બિયર મંગાવ્યું હતું.
કીટમાથી 27 બોટલ દારુ અને બે યુનિટ બિયર ઝડપાયો
સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર 23 ટીમ મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી, ત્યારે પરત ફરતી વખતે તેમણે આ દારૂ અને બિયરનો જથ્થો ખરીદ્યો હતો. આ તમામ ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો હતો. આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનના સત્તાધીશોએ મૌન સેવ્યું છે. સમગ્ર મામલે ઝીંણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.