By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બજાણા, લખતર, સુરેન્દ્રનગર અને ચોટીલામાં દારૂના દરોડા, કુલ રૂ. 15.28 લાખનો મુદ્દામાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બજાણા, લખતર, સુરેન્દ્રનગર અને ચોટીલામાં દારૂના દરોડા, કુલ રૂ. 15.28 લાખનો મુદ્દામાલ

agragujaratnews
Last updated: 2024/02/05 at 7:22 PM
2 years ago
Share
બજાણા, લખતર, સુરેન્દ્રનગર અને ચોટીલામાં દારૂના દરોડા, કુલ રૂ. 15.28 લાખનો મુદ્દામાલ
SHARE

  • રાજસ્થાનથી ચોટીલા જતી દારૂ ભરેલી કાર સાથે બજાણા પાસેથી 3 શખ્સો ઝડપાયા
  • લખતર પોલીસે પીછો કરતા ચાલક દારૂ ભરેલી કાર મૂકી ફરાર
  • સુરેન્દ્રનગર મકાનમાંથી દારૂની 33 બોટલ સાથે 1 શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના બજાણા, લખતરના ભાસ્કરપરા, સુરેન્દ્રનગરના મીયાણાવાડ અને ચોટીલાના ખેરડી રોડ પર પોલીસે દારૂના દરોડા કર્યા હતા. જેમાં પાંચ શખ્સો દારૂ, કાર અને મોબાઈલ સહિત રૂ. 15,28,890ની મત્તા સાથે ઝડપાયા છે. બજાણા પાસે એસએમસીની ટીમે રાજસ્થાનથી ચોટીલા જતી દારૂ ભરેલી કાર સાથે3ને ઝડપી લીધા હતા. જયારે લખતરમાં પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કાર ખેતરમાં મુકી ચાલક ફરાર થઈ ગયો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને રાજસ્થાનથી સૌરાષ્ટ્ર તરફ દારૂની લાઈન ચાલતી હોય અને કારમાં દારૂ લઈ જવાતો હોવાની બાતમી મળતા શનિવારે રાત્રે બજાણા પાસે વોચ રખાઈ હતી. જેમાં શંકાસ્પદ ક્રેટા કાર આવતા તેને રોકવાની કોશીષ કરતા કાર ચાલકે કાર ભગાવી હતી. જેમાં પોલીસે એકાદ કીમી પીછો કરીને કારને આંતરી હતી. જેમાં રાજસ્થાનના માંગીલાલ લીમ્બારામ બીશ્નોઈ, દિનેશ ભાગરાજ બીશ્નોઈ અને કૈલાસ હરીરામ બીશ્નોઈ ઝડપાયા હતા. પોલીસે રૂપીયા 2,06,790નો દારૂ અને બીયર, રૂપીયા 10 લાખની કાર, રૂપીયા 20 હજારના 4 મોબાઈલ સહિત રૂપીયા 12, 26,790નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમીક તપાસમાં આ દારૂ રાજસ્થાનથી ચોટીલા લઈ જવાનો હોવાનું બહાર આવ્યુ હતુ. આથી ઝડપાયેલા ત્રણ ઉપરાંત દારૂ મોકલનાર રમેશ કાળુરામ બીશ્નોઈ, રાજુ પરખા, ક્રેટા કારનો માલીક અને ચોટીલામાં દારૂ મંગાવનાર સહિતનાઓ સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જયારે લખતર પીએસઆઈ પી.બી.રમલાવત, મહાવીરસીંહ પઢેરીયા, અનીકેતસીંહ સહિતનાઓ શનિવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ભાસ્કરપરા કેનાલના રસ્તે દારૂ ભરેલ કાર નીકળનાર હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં શંકાસ્પદ કાર નીકળતા પોલીસે પીછો કરતા કાર ચાલકે કાર છાબલી તરફ મારી મુકી હતી. જેમાં 3 કીમી દુર જતા આગળ રેલવે ફાટક બંધ હોવાથી ચાલક કાર ખેતરોમાં મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી દારૂની વીવીધ બ્રાન્ડની 324 બોટલ કિંમત રૂપીયા 54,400, બીયરના 144 ટીન કિંમત રૂપીયા 17,280 અને રૂપીયા ર લાખની સ્વીફટ કાર મળી કુલ રૂપીયા 2,76,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવની ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. બીજી તરફ સુરેન્દ્રનગર એલસીબી ટીમના વિજયસીંહ પરમાર, ગોપાલસીંહ ઝાલા સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન મીયાણાવાડમાં રહેતો મુસ્તુફા ઉર્ફે રાજા હબીબભાઈ માણેક તેના રહેણાક મકાન પાસે આવેલ તેના કબજા ભોગવટાના અલ્લારખાભાઈ સુલેમાનભાઈ માણેકના મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે ગુરૂવારે સાંજે રેડ કરી હતી. જેમાં મુસ્તુફા માણેક વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 33 બોટલો કિંમત રૂપીયા 15 હજાર, રૂપીયા 10 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 25 હજારની મત્તા સાથે ઝડપાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ તે કૃષ્ણનગરમાં રહેતા મયુરધ્વજસીંહ ઝાલા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મયુરધ્વજસીંહ ઝાલાની ઝડપી લેવા વધુ તપાસ મહીપતસીંહ પરમાર ચલાવી રહ્યા છે. જયારે ચોટીલા પોલીસની ટીમને ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ સોનલ કૃપા હોટલ પાછળ ખેરડી જવાના રસ્તે પસાર થતો એક શખ્સ શંકાસ્પદ લાગતા તેને અટકાવી તપાસ કરાઈ હતી. જેમાં ચોટીલાના પોપટપરામાં રહેતો જયસુખ રાણાભાઈ ચૌહાણ વિદેશી દારૂની 1 બોટલ કિંમત રૂપીયા 300 સાથે પકડાયો હતો.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
સુરત

 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો

Editor By Editor 5 days ago
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?