- કર્ણાવતી કલબમાં 6 હજાર દીવડા પ્રગટાવીને સુંદરકાંડ
- શ્રીરામના ચિત્રોનુ એક્ઝિબીશન થશે
- રાજપથમાં પાંચ લાડુંનો પ્રસાદ, ગરીબોને પૂરી-શાક અને સ્પોર્ટ્સ રોશની અને દીવડાઓથી ઝગમગી ઊઠશે
શહેરની રાજપથ કલબ,કર્ણાવતી કલબ અને સ્પોર્ટસ કલબમાં ભવ્ય રોશની સાથે દિવડા પ્રગટાવવામા આવશે. જ્યારે તા.22મી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનુ કલબોમાં લાઇવ ટેલિકાસ્ટ બતાવવામા આવશે. તમામ કલબો દીવડા અને રોશનીથી ઝગમગી ઉઠશે.કર્ણાવતી કલબના પ્રમુખ દુર્ગેશ બુચે જણાવ્યુ કે, કલબમાં ભવ્ય રોશની કરાશે. 6 હજાર દીવડા પ્રગટાવવામા આવશે. પ્રાણ પ્રતિષ્ઠાનુ લાઇવ ટેલિકાસ્ટ પણ કરાશે. કલબમાં સુદરકાંડની ભગવાન રામના ચિત્રોનુ એક્ઝીબીશન યોજાશે.
ડિરેક્ટર વિરલ પટેલે માહિતી આપી કે, આ ચિત્રો શહેરના આટિસ્ટો પાસેથી લેવામા આવ્યા છે.લાઇવ ટેલિકાસ્ટ પછી રામધૂન અને રામચરિત માનસ પણ તમામ સભ્યોને બતાવવામા આવશે. રાજપથ કલબના સેક્ેટરી ડો. વિક્રમ શાહે જણાવ્યુ કે, ચાર દિવસ સુધી રોશની કરાશે. દિવડા પ્રગટાવવામા આવશે. સવાર રામધૂન સાથે ભજન અને લાડવાની પ્રસાદી સાથે ડ્રાયફ્રુટના પેકેટ તમામને આપવામા આવશે અને લાઇવ ટેલિકાસ્ટ પણ રહેશે.ગરીબ બાળકો અને તેમના પરિવાર માટે પૂરી શાક આપવામા આવશે. ભગવાન રામની રંગોળી બનાવવામા આવશે.સ્પોર્ટસ કલબમાં પણ રોશની સાથે દિવડા પ્રગટાવામા આવશે સાથે સાથે લાઇવ ટેલિકાસ્ટ પણ કરાશે.
જીસીસીઆઇમાં લાઇવ ટેલિકાસ્ટ સાથે સેલિબ્રેશન થશે
જીસીસીઆઇ ખાતે તા.22 પ્રાણ પ્રતિષ્ઠાનુ લાઇવ ટેલિકોસ્ટ કરાશે. આવનાર મહેમાનો અને સભ્યોને મિઠાઇ અને સેન્ક્સ પ્રસાદીના ભાગરૂપે આપવામા આવશે.ભવ્ય સેલિબ્રેશન કરાશે તેમ ચેમ્બરના પ્રમુખ અજયભાઇ પટેલે જણાવ્યુ છે.
રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે શહેરમાં ઠેર-ઠેર શોભાયાત્રા અને રેલી યોજાઈ હતી


