- ભાજપની પ્રથમ યાદી જાહેર, ગુજરાતના 15 ઉમેદવારો જાહેર
- 28 મહીલાઓ અને 47 યુવા ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડશે
- PM મોદી વારાણસીથી લોકસભાની ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણીને માત્ર થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપે ઉમેદવારોના પ્રથમ નામની યાદી જાહેર કરી છે. પ્રથમ લિસ્ટમાં કુલ 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 15 ગુજરાતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. આ પ્રથમ યાદીમાં 28 મહીલાઓ અને 47 યુવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની પ્રથમ બેઠક ગુરુવારે મોડીરાત સુધી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં ચાલી હતી. આ બેઠકમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપશાસિત રાજ્યોના CM પણ બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા.આ બેઠક બાદ પાર્ટી લોકસભા ચૂંટણી માટે 100થી 120 સીટ માટે ઉમેદવારો જાહેર કરી શકે છે.
ગુજરાતમાંથી કોને મળી ટિકીટ
ગાંધીનગર – અમિત શાહ
નવસારી – સી.આર.પાટીલ
અમદાવાદ પશ્ચિમ – દિનેશ મકવાણા
પોરબંદર – મનસુખ માંડવિયા
ખેડા – દેવુસિંહ ચૌહાણ
દાહોદ – જશંવત સિંહ ભાભોર
ભરૂચ – મનસુખ વસાવા
બનાસકાંઠા- રેખા ચૌધરી
પાટણ – ભરત ડાભી
રાજકોટ – પુરૂષોત્તમ રૂપાલા
જામનગર – પુનમ માડમ
આણંદ – મિતેશ પટેલ
પંચમહાલ – રાજપાલ જાદવ
બારડોલી – પ્રભુ વસાવા
કચ્છ – વિનોદ ચાવડા
NDAનો સહયોગ
ચૂંટણી સમિતિની બેઠકમાં NDAના સહયોગી દળો સાથે બેઠકોની વહેંચણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી ભાજપ અપના દળ, RLD અને અન્ય પાર્ટીઓને 6 સીટ આપી શકે છે. આ ઉપરાંત ઝારખંડની 14 લોકસભા બેઠકમાંથી તે AJSU માટે માત્ર ગિરિડીહ બેઠક છોડી શકે છે.ભાજપ 11 પર, સાથીપક્ષો 3 પર ચૂંટણી લડશે આસામમાં 14 લોકસભા સીટો પર ભાજપે તેના સહયોગી દળો સાથે સમજૂતી કરી છે. આસામમાં ભાજપ 11 બેઠક પર ચૂંટણી લડશે, જ્યારે આસામ ગણ પરિષદ (AGP) બે બેઠક પર ચૂંટણી લડશે અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL) એક સીટ પર ઉમેદવાર ઉતારશે. AGP બારપેટા અને ધુબરીમાંથી ઉમેદવારો ઊભા કરશે, જ્યારે UPPL કોકરાઝારથી ઉમેદવારો ઊભા કરશે.
ગઠબંધનની ચર્ચા
PM નરેન્દ્ર મોદીએ પાર્ટીના કાર્યકરોને ભાજપ માટે 370 અને NDAને 400થી વધુ બેઠકો માટે તૈયારી સાથે કામ કરવા જણાવ્યું હતું. આ અંગે બેઠકમાં જૂના સાથીઓને મદદ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.આ માટે પંજાબમાં જૂના સહયોગી અકાલી દળ, આંધ્રપ્રદેશમાં ટીડીપી અને જનસેના, તામિલનાડુમાં એઆઈએડીએમકેને NDAમાં પાછા લાવવા માટે વાતચીત થઈ હતી. આ રાજ્યોની બેઠકો હાલ માટે હોલ્ડ પર રાખવામાં આવી છે. જો ગઠબંધન પર વાતચીત થશે તો પાર્ટી તેના આધારે સીટોની વહેંચણી કરશે, નહીં તો તે એકલા ચૂંટણી લડશે.17-18 ફેબ્રુઆરી દરમિયાન ભારત મંડપમમાં ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું
દિલ્હીમાં હતું સંમેલન
દિલ્હીના ભારત મંડપમ ખાતે ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું, જેમાં પાર્ટીના 11 હજારથી વધુ અધિકારીઓએ ભાગ લીધો હતો. કોન્ફરન્સના બીજા દિવસે 18 ફેબ્રુઆરીએ PM મોદીએ પણ એમાં ભાગ લીધો હતો. PM તેમના સંબોધનમાં કહ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ વર્ષના દરેક દિવસે દેશની સેવા કરવા માટે કંઈક ને કંઈક કરતા રહે છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, હવે આગામી 100 દિવસ નવી ઊર્જા, નવા જોશ, નવા આત્મવિશ્વાસ અને નવા ઉત્સાહ સાથે કામ કરવાના છે. આજે 18મી ફેબ્રુઆરી છે. દેશના નવા યુવાનો જે 18 વર્ષના થયા છે, તેઓ 18મી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરશે. આગામી 100 દિવસમાં દરેક નવા મતદાર, દરેક લાભાર્થી, દરેક વર્ગ, દરેક સમાજ, દરેક સુધી પહોંચવાનું છે. દરેકનો વિશ્વાસ મેળવવો પડશે. ભાજપને વધુમાં વધુ બેઠકો મળે એ માટે દરેક દેશની સેવા કરવાના પ્રયાસો કરશે.
( આ સમાચાર લાઈવ અપડેટ થઈ રહ્યાં છે)


