By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો

Editor
Last updated: 2026/04/02 at 3:44 PM
2 hours ago
Share
 સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો
SHARE

રાજય ચૂંટણી આયોગ દ્વારા સમગ્ર કાર્યક્રમ : જાહેર કરાયો

સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો

તા.૬ઠ્ઠીએ જાહેરનામુ, તા.૧૧મી સુધી ઉમેદવારી કરી શકાશે, તા.૧3મીએ ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ, તા.૨૬મીએ મતદાર અને તા.૨૮મીએ મતગણતરી : આચારસહિતા લાગુ

જિલ્લામાં ૧૧૮૬ બૂથ પર થશે મતદાન : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : તંત્ર દ્વારા તૈયારીઓને અપાતો આખરી ઓપ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા તથા જિલ્લા પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડ ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો, ૧૧ તાલુકા પંચાયતની ૨૦૨ બેઠકો તેમજ ગોંડલ નગરપાલિકાના ૧૧ વોર્ડની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે મતદાન મથકો, બેઠકો, ઈ.વી.એમ., ફરજ પરના સ્ટાફ તથા મતદારોની વિગતો સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું ૬ એપ્રિલે પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૩મીએ થશે અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૫મી એપ્રિલ છે. મતદાન ૨૬ એપ્રિલ ને રવિવારના રોજ સવારે ૭થી સાંજે ૬ સુધી થશે. જો જરૂર પડે તો પુન: મતદાન ૨૭મી એપ્રિલે થશે. મતગણતરી ૨૮મીએ થશે અને ૩૦મી એપ્રિલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો અને ૧૧ તાલુકા પંચાયતોની ૨૦૨ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જેના માટે કુલ ૧,૧૮૬ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે અને ૮,૪૮૦ કર્મચારીઓને ચૂંટણી ફરજ પર મુકવામાં આવ્યા છે. મતદાન માટે ૨,૬૭૫ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને ૨,૬૭૫ બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-૨ કક્ષાના ૨૨ ચૂંટણી અધિકારીઓ અને વર્ગ-૩ કક્ષાના ૨૨ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

ગોંડલ નગરપાલિકાના ૧થી ૧૧ વોર્ડમાં કુલ ૮૧,૪૭૧ મતદારો છે, જેમાં ૪૨,૨૩૫ પુરૂષ અને ૩૯,૨૩૦ મહિલા તથા ૦૬ અન્ય મતદારો છે. નગરપાલિકામાં ૮૬ મતદાન મથકો માટે ૧,૭૦૨ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. અહીં ૧૧૩ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને ૨૨૬ બેલેટ ચુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-૧ કક્ષાના બે અધિકારી તથા વર્ગ-૨ કક્ષાના બે અધિકારીને ફરજ સોંપવામાં આવી છે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

રાજકોટ તાલુકા પંચાયતની ૨૨ બેઠક અને જિ.પં.ની ૦૬ બેઠકોની ચૂંટણી માટે ૧૭૨ મતદાન મથકો નક્કી કરાયા છે. કુલ ૧,૩૪,૪૮૨ મતદારો નોંધાયા છે.  પડધરી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક માટે ૮૮ મતદાન મથકોમાં ૬૧,૫૯૫ મતદારો નોંધાયા છે. લોધિકા તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક હેઠળ ૬૩ મતદાન મથકોમાં ૪૬,૬૦૨ મતદારો નોંધાયા છે. કોટડા સાંગાણી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક હેઠળ ૮૫ મતદાન મથકોમાં ૬૬,૦૭૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ગોંડલ તા. પં. ૨૨ અને જિ.પં.ની ૦૫ બેઠક માટે ૧૬૮ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૧,૩૯,૧૦૪ મતદારો નોંધાયા છે. જેતપુર તા.પં.ની ૨૦ અને જિ.પં.ની ૦૪ બેઠક હેઠળ ૧૨૪ મતદાન મથકોમાં ૧,૦૨,૦૩૭ મતદારો નોંધાયા છે. જામકંડોરણા તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક માટે ૮૧ મતદાન મથકોમાં ૬૦,૭૦૨ મતદારો નોંધાયા છે. ધોરાજી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક માટે ૬૧ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૫૧,૭૯૫ મતદારો નોંધાયા છે. ઉપલેટા તા.પં.ની ૧૮ અને જિ.પં.ની ૦૩ બેઠક સાથે ૯૧ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૭૩,૯૭૩ મતદારો નોંધાયા છે. જસદણ તા.પં.ની ૨૨ અને જિ.પં.ની ૦૫ બેઠક માટે ૧૪૭ મતદાન મથકોમાં ૧,૨૪,૬૪૬ મતદારો છે. વિંછીયા તા.પં.ની ૧૮ અને જિ.પં.ની ૦૩ માટે ૧૦૯ મતદાન મથકોમાં ૯૫,૫૧૧ મતદારો છે. આમ ૧૧ તા.પં.ની કુલ ૨૦૨ બેઠક અને જિ.પં.ની ૩૬ બેઠક માટે ૧૧૮૯ મતદાન મથકો નક્કી કરાયા છે અને કુલ ૯,૫૬,૫૨૨ મતદારો નોંધાયા છે.

ગોંડલ નગર પાલિકામાં ૧૧ વોર્ડમાં ૮૬ મતદાન મથકો, ૮૧,૪૭૧ મતદારો

રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકામાં ૧૧ વોર્ડમાં ૮૬ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૮૧,૪૭૧ મતદારો નોધાયા છે. જેમાં ૪૨,૨૩૫ પુરુષ મતદારો, ૩૯,૨૩૦ મહિલા મતદારો અને ૦૬ અન્ય મતદારોનો સમાવેશ થાય છે.  વોર્ડ નંબર ૦૧માં ૧૧ મતદાન મથકો ઉપર ૪,૮૩૬ પુરુષ અને ૪,૪૯૭ મહિલા મળીને કુલ ૯,૩૩૩ મતદારો નોંધાયા છે.  વોર્ડ નંબર ૦૨માં ૦૭ મતદાન મથકો ઉપર ૩,૪૨૬ પુરુષ અને ૩,૨૨૬ મહિલા મળીને કુલ ૬,૬૫૨ કુલ મતદારો નોંધાયા છે.  વોર્ડ નંબર ૦૩માં ૧૦ મતદાન મથકો ઉપર ૪,૬૬૮ પુરુષ અને ૪,૨૩૩ મહિલા મળીને કુલ ૮,૯૦૧ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર ૦૪માં ૦૮ મતદાન મથકો ઉપર ૩,૯૭૮ પુરુષ, ૩,૭૯૨ મહિલા અને ૦૬ અન્ય મળીને ૭,૭૭૬ કુલ મતદારો નોંધાયા છે.  વોર્ડ નંબર ૦૫માં ૦૭ મતદાન મથકો ઉપર ૩,૧૩૯ પુરુષ, ૨,૮૮૬ મહિલા મળીને  ૬,૦૨૫ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર ૦૬માં ૦૬ મતદાન મથકો ઉપર ૩,૧૩૯ પુરુષ, ૨,૯૬૬ મહિલા મળીને કુલ ૬,૧૦૫ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર ૦૭માં ૦૬ મતદાન મથકો ઉપર ૩,૫૬૯ પુરુષ, ૩,૩૫૬ મહિલા મળીને ૬,૯૨૫ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર ૦૮માં ૦૮ મતદાન મથકો ઉપર ૪,૦૯૪ પુરુષ, ૩,૮૬૦ મહિલા મળીને  ૭,૯૫૪ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર ૦૯માં ૦૫ મતદાન મથકો ઉપર ૨,૭૨૧ પુરુષ, ૨,૫૪૦ મહિલા મળીને  ૫,૨૬૧ કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર ૧૦માં ૦૯ મતદાન મથકો ઉપર ૪,૪૬૩ પુરુષ, ૪,૧૩૦ મહિલા મળીને  ૮,૫૯૩ કુલ મતદારો નોંધાયા છે.  વોર્ડ નંબર ૧૧માં ૦૯ મતદાન મથકો ઉપર ૪,૨૦૨ પુરુષ, ૩,૭૪૪ મહિલા મળીને  ૭,૯૪૬ કુલ મતદારો નોંધાયા છે.

You Might Also Like

 ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અમરેલીના ૮૫ ગામોમાં જળસંચય ઝુંબેશનો પ્રારંભ

માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ

પંચનાથ મંદિર ખાતે “સંકલન ભજન” દ્વારા અય્યપ્પા ભક્તિનું પાવન પુનર્જાગરણ

ચામુંડામાના ચરણોમાં શીશ ઝૂકાવવા ભકતોનું મહેરામણ ઉમટયું

શાપર (વે)માં ગેરકાયદેસર હથિયાર સાથે યુવાન ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લગ્ન ક્યારે કરાવશો?, પૂછતાં જ જમાઈ પર હુમલો: સસરા-સાળાએ ધોકા-પાઇપ ફટકારી પગ ભાંગ્યા
રાજકોટ

લગ્ન ક્યારે કરાવશો?, પૂછતાં જ જમાઈ પર હુમલો: સસરા-સાળાએ ધોકા-પાઇપ ફટકારી પગ ભાંગ્યા

Editor By Editor 1 day ago
જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
ખોડાપીપર સીમમાં સસરા-સાળાએ ધોકા ફટકારી જમાઈની કરી નિર્દય હત્યા
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?