રાજકોટ શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકોટ શહેર તથા જિલ્લા યુથ કોંગ્રેસની મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકનું આયોજન રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભાગ્યરાજસિંહ વાળા તથા રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરીની સક્રિય આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનાત્મક મજબૂતી માટે વ્યાપક અને દૃઢ રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો હતો. જિલ્લા, વિધાનસભા, તાલુકા તથા વોર્ડ લેવલ પર કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ જનઆંદોલન સાથે જોડાયેલા યુવાનોને યુથ કોંગ્રેસ સાથે જોડવા માટે સ્પષ્ટ રણનીતિ ઘડવામાં આવી હતી.
બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરના જનપ્રશ્નોને પ્રાથમિકતા આપી યુથ કોંગ્રેસે લોકોના અવાજને સશક્ત રીતે શાસન સુધી પહોંચાડવો જોઈએ. યુવાનોને લગતા પ્રશ્નો પર નિર્ભયતા અને દ્રઢતા સાથે લડત આપવી એ યુથ કોંગ્રેસની મુખ્ય જવાબદારી છે. આજનો યુવા દેશનું ભવિષ્ય છે અને તેમને યોગ્ય દિશા તથા વિચારધારા સાથે આગળ વધારવાની જવાબદારી યુથ કોંગ્રેસ પર છે.
આ બેઠકમાં શક્તિ સુપર શી ગુજરાતના ચેરમેન વૈશાલી શિંદેએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં યુવા મહિલાઓ મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસ સાથે જોડાઈ રહી છે અને યુથ કોંગ્રેસની લોકશાહી ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓ નેતૃત્વની ભૂમિકામાં આગળ આવી રહી છે. મહિલાઓની વધતી ભાગીદારી કોંગ્રેસ પક્ષની મજબૂતીનું પ્રતીક છે.
આ ઉપરાંત ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના મંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ ચંદ્રકલા નાગોરીએ જણાવ્યું હતું કે જે યુવાનો રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવા તથા આવનારી ચૂંટણીમાં ભાગ લેવા ઈચ્છે છે, તેમણે આજથી જ જમીન પર ઉતરી સંગઠનના કાર્યમાં સક્રિય ભાગ લેવો જોઈએ.
આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મુકેશ ભાઈ ચાવડા, રાજકોટ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ નીતિન ભંડેરી, વૈશાલી શિંદે, રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ હરપાલસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ અલ્પેશ સાધરિયા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ડૉ. રુક્મુદિન જિલ્લા પ્રભારી માદ ખાન,તેમજ શક્તિ સુપર શી રાજકોટ પ્રમુખ હિરલ રાઠોડ, વિધાનસભા પ્રમુખો રાજકોટ શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસના વિવિધ પદાધિકારીઓ, શક્તિ સુપર શી ના બહેનો કાર્યકરો અને મોટી સંખ્યામાં ઉત્સાહી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.


