રાજકોટ-સોમનાથ, ભાવનગર-દ્વારકા સહિતની ટ્રેનોના ભાડામાં કરાયો ઘટાડો
દેશમાં વર્ષ 2020 માં જયારે કોરોના આવ્યો ત્યારથી અત્યાર સુધી કે સાડા ત્રણ વર્ષ સુધી રેલવે તંત્ર દ્વારા લોકલ ટ્રેનનુ ભાડું એક્સપ્રેસનું લેવામાં આવતું હતું પરંતુ ચુંટણીની જાહેરાત થાય તે પૂર્વે આજથી 10-12 દિવસ પહેલાં લોકલ ટ્રેનના ભાડા યથાવત કરી દેવામાં આવ્યા છે.
દેશમાં વર્ષ 2020 ની સાલમાં કોરોના આવ્યો ત્યારથી રેલવે તંત્ર દ્વારા લોકલ ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો પાસેથી એક્સપ્રેસ ટ્રેનનુ ભાડું વસુલ કરવામાં આવતુ હતુ અને કોરોના ગયા પછી પણ રેલવે તંત્ર દ્વારા લોકલ ટ્રેનમાં એક્સપ્રેસ નું ભાડું લેવામાં આવતું હતું આમ રેલ્વે તંત્ર દ્વારા આશરે ચાર વર્ષ સુધી લોકલ ટ્રેનમાં મુસાફરો પાસેથી એક્સપ્રેસનું ભાડું લેવામાં આવતું હતું. પરંતુ લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા એટલેકે આજથી 10-12 દિવસ પહેલાં રેલવે તંત્ર દ્વારા કોરોના પહેલા જે લોકલ ટ્રેનના ભાડુ લેવામાં આવતું હતુ તે ફરી પાછા યથાવત કરવામાં આવ્યા છે. જેમાં આજથી એક મહીના પહેલા રાજકોટથી જુનાગઢ જતી સવારની લોકલ ટ્રેનનુ ભાડું રૂપિયા 50 લેવામાં આવ્યું હતું જ્યારે આજે આજ ટ્રેનનુ ભાડું રૂપિયા 25 લેવામાં આવ્યું હતું .


