તેમજ આવનાર સમયમાં તાત્કાલિક ધોરણે હુડા રદ કરવા આકલ કરાઈ છે જોકે એવું ન થાય તો આવનારા સમયમાં રાજકીય રીતે પણ વ્યાપક પ્રત્યાઘાત સર્જાય તેમ છે. સાબરકાંઠાના હિંમતનગર સહિત આસપાસના 11 ગામોની હુડા મામલે થયેલ નોટિફિકેશન બાદ વિરોધનું વાવાઝોડું સર્જાયું છે રાજકીય રીતે વિવિધ બેઠકો થયા બાદ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે સ્થાનિક આગેવાનો સહિત હુડા રદ કરવા માટે થયેલી સમિતિએ 11 ગામોનો પ્રવાસ કરી એકતા તેમજ હુડા રદ કરવા મામલે સ્થાનિક લોકોને સમજાવટ માટે પદયાત્રા કરી હતી.
કોઈ પણ સંજોગોમાં હુડા દૂર કરવામાં એક અવાજે તમામ લોકો જોડાયા હતા
જેના પગલે આજે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ કોઈ પણ સંજોગોમાં હુડા દૂર કરવામાં એક અવાજે તમામ લોકો જોડાયા હતા જોકે મોટી સંખ્યામાં એકતા થયેલા લોકોએ પોતાનો રોજ જાહેર મંચ સહિત નિવેદનોમાં પણ દર્શાવ્યો હતો. જોકે આવનારા સમયમાં હુડા રદ ન થાય તો કોઈ પણ કક્ષા સુધી સ્થાનિકો વિરોધ કરી શકે છે સાથોસાથ આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો છે.
નેતાઓના કપડા ઉતારી લેવાની સ્થાનિકોની ચીમકી
જેમાં કોઈ પણ નેતાને પ્રવેશ બંધી ફરમાવી છે જોકે તેમ છતાં પણ કોઈ પણ રાજકીય નેતા હિંમતનગર તાલુકાના ગામો માં પ્રવેશ કરશે તો જાહેરમાં તેના કપડા ઉતારી લેવા સુધીની ચીમકી આપવામાં આવી છે, જો કે આવતા સમયમાં હુંડા મામલે કેવા સમીકરણ સર્જાય છે એ તો સમય જ બતાવશે પરંતુ અત્યારે 11 જેટલા ગામોમાં મામલે ભારોભાર રોષ આપ્યું છે જે રાજકીય રીતે પણ કેટલાય નેતાઓ સામે પ્રશ્નાર્થ ઊભો કરે તો નવાઈ નહીં.
આ પણ વાંચો : Junagadhમાં તેજ ટીંબી ડુંગર નજીક બની શકે છે નવું અભ્યારણ, જુઓ Video


