ગાંધીનગર શહેરના સરગાસણ વિસ્તારમાં ધાર્મિક દબાણ હટાવવા માટે મહાનગરપાલિકાનું તંત્ર પહોંચ્યું હતું. જોકે દબાણ તોડવાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દબાણ દૂર કરવાના વિરોધમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન અને મહિલાઓ એકઠા થયા હતા.
વર્ષો જૂનું મંદિર હોવાનું સ્થાનિક લોકોનો દાવો
સ્થાનિક લોકોનો દાવો છે કે જે સ્થળે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવાની છે, ત્યાં જોગણી માતાજી અને ગોગાજી મહારાજનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. આ ઉપરાંત આ મંદિરની બાજુમાં જ વર્ષો જૂની એક પૌરાણિક વાવ પણ આવેલી છે. સ્થાનિકોએ તંત્રને આ ધાર્મિક સ્થળ અને પૌરાણિક વાવને નુકસાન ન પહોંચાડવા અને દબાણ તોડવાની કાર્યવાહી અટકાવવા માટે માંગણી કરી છે.


