- ધવલભાઈ ITના ઉપયોગથી નરેન્દ્રભાઈનો પ્રચાર કરતા હતાઃ શાહ
- ‘અર્બન નક્સલ પાર્ટી AAP આ ક્ષેત્રની શાંતિ ડહોળવાનું કામ કરે છે’
- ‘જો આપ કે કોંગ્રેસ જીતશે તો અહીંયા નક્સલવાદની શરુઆત થશે’
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે, રાજ્યમાં ચૂંટણી માહોલ બરાબર જામ્યો છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાતના પ્રવાસે છે. દક્ષિણ ગુજરાતના બોડેલીમાં જનમેદનીને સંબોધન કર્યા બાદ હાલ વાંસદા પહોંચ્યા છે. વાંસદા ખાતે ગૃહમંત્રી અમિત શહેર જાહેર સભાને સંબોધન કરતાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
ડાંગ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ માટે અમિત શાહે વોટ માંગ્યા હતા. અમિત શાહે કહ્યું કે ધવલભાઈ ITના ઉપયોગથી નરેન્દ્રભાઈનો પ્રચાર કરતા હતા. ધવલ આદિવાસી સ્વાભિમાન માટે કામ કરનાર યુવાન છે. ધવલ પટેલને તમે જીતાડશો અને નરેન્દ્રભાઈ ફરીથી વડાપ્રધાન બનશે. એટલે કમળના નિશાન પર જ બટન દબાવજો.
વધુમાં, અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પણ નિશાને લેતા નિવેદન કર્યું હતું. મહત્વનું છે કે વાંસદા કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યારે કોંગ્રેસના ગઢથી સંબોધન કરતાં અમિત શાહે કહ્યું કે જો જો આપ કે કોંગ્રેસ જીતશે તો અહીંયા નક્સલવાદની શરુઆત થશે. કારણ કે અર્બન નક્સલ પાર્ટી AAP આ ક્ષેત્રની શાંતિ ડહોળવાનું કામ કરે છે.


