- ગુજરાત પાસેની બે સંઘ પ્રદેશોની બેઠકો માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો
- સંઘ પ્રદેશોના ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં જાહેરાત
- ટુરિઝમ વધારવાની સાથે સાથે જુદા જુદા વિકાસ કાર્યોની જાહેરાત કરી
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દમણ અને દાદરા નગર હવેલીની બેઠક ઉપર BJP દ્વારા દમણ દીવ દાદરા નગર હવેલીના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો.
સંઘ પ્રદેશના બંને પ્રદેશોમાં સ્થાનિક લોકોને રોજગારી, શ્રેષ્ઠ શિક્ષણ, દમણ અને દિવ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ટુરિઝમ વધારવા અને વિકાસના કામોની યોજનાઓ અંગે જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી ઢંઢેરામાં આગામી દિવસોમાં સરકારી નોકરીઓમાં સી અને ડી ગ્રુપમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવશે.
દમણ અને દિવ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ટુરિઝમ વધાવવા નવા ટુરિઝમ પોઇન્ટ ઉભા કરશે. તેમજ વિકાસ લક્ષી કામો ની જાહેરાત ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી હતી. દમણ દિવ અને દાદરા નગર હવેલીના મતદારોના વિકાસ માટે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં BJPના ઉમેદવાર લાલુભાઈ પટેલને જંગી બહુમતી સાથે વિજયી બનાવવા અપીલ કરી હતી.


