- કડીમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા નીતિન પટેલ
- ભાજપ સેવાયજ્ઞ કરી રહ્યો છે અને તેમાં હાડકાં નાખનાર હોય છે
- આવા હાડકાં નાખનારને ભૂલીને આગળ વધવાનું છે: નીતિન પટેલ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને ગુજરાતમાં રાજકીય કાર્યક્રમો તેજ થઈ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરી દેવામાં આવ્યો છે ત્યારે ભાજપ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં નવા કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કડી ખાતે પણ નવું મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખાસ હાજરી આપી હતી અને સૂચક નિવેદન પણ કર્યું હતું.
ભાજપનું મધ્યસ્થ કાર્યાયલ ખુલ્લુ મુકાયું
મહેસાણા જિલ્લાના કડી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. પૂર્વ મંત્રી નીતિન પટેલ પહેલે થી જ પોતાના ધારદાર નિવેદનો માટે જાણીતા છે ત્યારે ફરી એકવાર નીતિન પટેલે જડબેસલાક નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે. છેલ્લા ઘણા સમયથી માધ્યમોથી દૂર રહેલા નીતિન પટેલે આજે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપીને કડી શહેરને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ભાજપ કરે છે સેવાયજ્ઞ
નીતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ એક સેવાયજ્ઞ કરી રહ્યો છે અને ભાજપના સેવાયજ્ઞમાં હાડકાં નાખનાર 2-5 લોકો તો હોય છે છે. નીતિન પટેલે આગળ જણાવ્યું હતું કે સેવારૂપી યજ્ઞમાં હાડકા નાખનારા 2-5 લોકોને ભૂલી જવાનું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કડી શહેર પહેલા પણ એક હતું આજે પણ એક છે અને આગળ પણ એક રહેશે. કડીમાં નીતિનભાઈ હોય કે ના હોય, વિનોદભાઈ હોય કે ના હોય, કરશનભાઇ હોય કે ના હોય, પરંતુ કડી શહેર આજીવન છે.


