- વડોદરામાં ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીનો પ્રચાર
- ઓપી રોડ ઉપરથી હેમાંગ જોશીના સમર્થનમાં રેલી
- બહુમતીથી વિજેતા બનાવવા મતદારોને કરી અપીલ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને હવે માત્ર ત્રણ જ દિવસો બાકી છે અને આવતી કાલે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે આજે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે, વડોદરામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડોક્ટર હેમાંગ જોશીનો પ્રચંડ પ્રચાર
મળતી માહિતી મુજબ, વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભવ્ય વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં વિજય વિશ્વાસ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ઓપી રોડ ઉપરથી વિજય વિશ્વાસ રેલી શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારમાં ફરી વિજય વિશ્વાસ મહારેલી માજલપુર વિધાનસભામાં સંપન્ન થઈ હતી.

ભાજપ દ્વારા છેલ્લી ઘડીનો પ્રચાર
મહત્વનું છે કે, ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને હવે માત્ર 24 કલાક કરતાં પણ ઓછો સમય બાકી છે ત્યારે ભાજપ દ્વારા છેલ્લી ઘડીનો પ્રચાર કરતાં રેલી યોજવામાં આવી છે. આ રેલીમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત ધારાસભ્ય, હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે સાથે, વડોદરા શહેરના જુદા-જુદા વોર્ડના હજારોની સંખ્યામાં કાર્યકરો પણ રેલીમાં જોડાયા હતા.

મોદી લહેરને મત આપવા આહ્વાન
તો, ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ રેલીમાં સંબોધન કરતાં તેમને પ્રચંડ બહુમતીથી વિજેતા બનાવવા મતદારોને અપીલ કરી હતી. ડોક્ટર જોશીએ પોતાના નિવેદનમાં ગરમીને લહેરને મ્હાત આપીને મોદી લહેરને મત આપવા આહ્વાન કર્યું હતું. સાથે સાથે મોટી સંખ્યામાં મતદારો ભાજપને મત આપશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.


