- ભાજપ ઉમેદવાર અમિત શાહ 14,96,000 ખર્ચ રજૂ કર્યો
- કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલે 9,25,000 ખર્ચ રજૂ કર્યો
- ખર્ચ રજૂ ન કરનારા 2 અપક્ષ ઉમેદવારોને નોટીસ ફટકારી
આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિત કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે, રાજકીય પક્ષો હવે ગુજરાતની બેઠકો પર ટાર્ગેટ કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ પણ ઉમેદવારોને લઈને સતત એક્શન લઈ રહ્યું છે. ત્યારે, ગાંધીનગર લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ચૂંટણી ખર્ચને લઈને પંચે આંકડા જાહેર કર્યા છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર લોકસભા બેઠક પર બીજા તબક્કામાં કરવામાં આવેલ ચૂંટણી ખર્ચ રજૂ કરવામાં આવ્યો છે. ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમણે ચૂંટણી પ્રચાર માટે કેટલો ખર્ચ કર્યો છે. પંચ દ્વારા આપવામાં આવેલ આંકડા મુજબ, ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 14,96,000નો ખર્ચ રજૂ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ આ જ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે 9,25,000 ખર્ચ રજૂ કર્યો છે.
તો, ચૂંટણી પંચ દ્વારા જે ઉમેદવારો દ્વારા ચૂંટણી ખર્ચ રજૂ કરવામાં ના આવ્યો હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ પણ કરવામાં આવી છે. પંચના જણાવ્યા અનુસાર ગાંધીનગર લોકસભા બેઠક પર બે ઉમેદવારોએ હજુ સુધી પોતાનો ચૂંટણી ખર્ચ રજૂ નથી કર્યો. ચૂંટણી ખર્ચ રજૂ ન કરનાર બંને ઉમેદવારોને નોટિસ ફટકારવામાં આવી છે.


