ગત વખતની લોકસભાનું જાહેરનામું ૧૦ થી ૧૨ માર્ચ વચ્ચે પ્રસિધ્ધ થયું હતું
આગામી લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. અયોધ્યા ખાતે રામમંદિરના પ્રતિષ્ઠાપન બાદ દેશભરમાં ઉઠેલા રામ મોજાનો ભારતીય જનતા પાર્ટીની સરકાર ફાયદો ઉઠાવવાની ગણતરી સાથે બને તેટલી ચૂંટણી વહેલી ઇચ્છી રહી છે. આધારભૂત સૂત્રોના સંકેતો મુજબ આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત ગત લોકસભાની ચૂંટણીની તુલનાએ વહેલી થઇ જવાની શકયતા છે.
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચુંટણીનુ જાહેરનામું ગત વખતે તા.૧૦ થી ૧૨ માર્ચ વચ્ચે બહાર પાડવામાં આવ્યું હતું અને ગુજરાતમાં તા ૨૪ માર્ચના રોજ ચુંટણી યોજવામાં આવી હતી અને તા.૨૪/૫ મે મહિનામાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
અયોધ્યામાં ભગવાન રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ જતા અને સમગ્ર દેશમાં ભારે રામ જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે ગત વખતે જે જાહેર નામુ બહાર પાડવામાં આવ્યું હતું તેની સામે આ વખતે પાંચ દિવસ વહેલું ચુંટણીનું જાહેરનામું બહાર પડે તેવું ગાંધીનગરમાં અધિકારીઓની લોબીમાં ચર્ચાય રહ્યું છે.


