- જોઇતાભાઇ પટેલ ધાનેરાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે
- થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
- ડીસાના લેબજી ઠાકોર ભાજપમાં ઘરવાપસી કરશે
ભાજપમાં ‘ભરતી મેળો’ યથાવત છે. જેમાં આજે કમલમમાં ભરતી મેળો યોજાશે. તેમાં પૂર્વ ધારાસભ્ય જોઇતા પટેલ ભાજપમાં જોડાશે. તેમજ જોઇતાભાઇ પટેલ ધાનેરાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ડીસાના લેબજી ઠાકોર ભાજપમાં ઘરવાપસી કરશે. લેબજી ઠાકોર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
અમદાવાદ શહેર AAPના હોદ્દેદારો ભાજપમાં જોડાયા
ગઇકાલે પણ મોટા પ્રમાણમાં ભાજપમાં ભરતી થઇ હતી. જેમાં અમદાવાદ શહેર AAPના હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા. જે.જે.મેવાડા સહિતના આગેવાનો કેસરિયો ધારણ કર્યો હતો. તેમજ દાણીલીમડાના ઉમેદવાર દિનેશ કાપડિયા ભાજપમાં જોડાયા હતા. સાથે 600 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ. લોકસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો સક્રિય થયા છે. ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરની શરૂઆત કરી છે. જેમાં એસ.જી.હાઇવે પર પ્રદેશ મીડિયા સેન્ટર તૈયાર કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ મીડિયા સેન્ટરનું ઉદ્ધાટન કર્યું છે.
ગુજરાતમાં સાતમી મેના રોજ એટલે કે ત્રીજા તબક્કામાં ચૂંટણી થશે
ગુજરાતમાં સાતમી મેના રોજ એટલે કે ત્રીજા તબક્કામાં ચૂંટણી થશે. ગુજરાતમાં હાલ લોકસભાની 26 બેઠકો છે અને તમામ બેઠકો ભાજપ પાસે છે. ચૂંટણીપંચે જાહેર કરેલા ચૂંટણીના કાર્યક્રમમાં દેશમાં યોજાનારી પેટાચૂંટણીની પણ જાહેરાત કરાઈ છે. આ પેટાચૂંટણીમાં ગુજરાતની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો વીજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા પર પણ લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. જોકે આ જાહેરાતમાં વીસાવદર પેટાચૂંટણીની જાહેરાત કરાઈ નથી.


