- બીજેપીએ 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે હાલમાં કોકડું ગૂંચવાયેલું
- સોશિયલ એન્જિનીયરીંગ અને જૂથબંધી સમી શકે તે ઉમેદવાર પસંદ કરશે
- જૂથવાદના કારણે ટિકિટ માટે ખેંચતાણ જોવા મળી છે
બીજેપીએ 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે જે મામલે હાલમાં કોકડું ગૂંચવાયેલું હોવાનું સામે આવી રહ્યું છે ક્યાંય મહિલા ઉમેદવાર પસંદગી તો ક્યાંક જૂથવાદના કારણે ઉમેદવાર નક્કી નહિ થયા હોવાનું સામે આવે છે. તો હાલમાં એક સંભાવના એ પણ જોવામાં આવી રહી છે કે હાઈકમાન્ડ જૂથબંધી વચ્ચે સરપ્રાઈઝ એલિમેન્ટને ચૂંટણી મેદાને ઉતારી સૌ કોઈને ચોંકાવી શકે છે.
બીજેપીએ ગુજરાતની 26 બેઠકો પૈકી 22 બેઠકમાં ઉમેદવાર જાહેર કરી દીધા
લોકસભા ચૂંટણી સંદર્ભે બીજેપીએ ગુજરાતની 26 બેઠકો પૈકી 22 બેઠકમાં ઉમેદવાર જાહેર કરી દીધા છે જયારે 4 બેઠકો પર ઉમેદવાર પસંદગી હજી પણ બાકી છે. ત્યારે ઘણા એવા કારણો છે જેના કારણે હાઈકમાન્ડ ઉમેદવાર પસંદગી નથી થઇ શકી. મહેસાણા, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ હજી પણ ઉમેદવાર માટે કવાયત કરી રહી છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે અનેક મુદ્દે આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું છે જેના કારણે મામલો ગુચવાયેલો છે.
જૂથવાદના કારણે ટિકિટ માટે ખેંચતાણ જોવા મળી
પહેલા વાત કરીએ અમરેલી બેઠકની તો આ બેઠક પર ઉમેદવાર કોણ તેને લઈને ઘણી મડાગાંઠો પડેલી છે અને તેને ઉકેલવી હાઈકમાન્ડ માટે પણ અઘરી બની ગઈ છે. સૂત્રોની જો વાત માનીએ તો જૂથવાદના કારણે ટિકિટ માટે ખેંચતાણ જોવા મળી રહી છે. મનસુખ માંડવીયા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હિરેન હિરપરાને ટિકિટ આપવા જોર આપી રહ્યા છે સામે દિલીપ સંઘાણી તેના જૂથના નેતાઓને ટિકિટ મળે તેના માટે પ્રયાસ કરી રહ્યા છે. આમ રાજકીય રીતે અમરેલી જિલ્લામાં હાલમાં અમરેલીમાં 3 થી 4 નામ ચાલી રહ્યા છે કે તે પૈકી કોઈ 1 ને ટિકિટ મળે તેમાં મુકેશ સંઘાણી કે જે દિલીપ સંઘાણીના ભાઈ છે તો મહિલામાંથી ટિકિટ આપવાની થાય તો તેમાં ભાવના ગોંડલીયા કે જે હાલમાં સુમુલ ડેરીમાં ચેરમેન છે અને જો બીજેપી સરપ્રાઈઝ આપે કે જેનું નામ ચર્ચામાં નથી તેવા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરીયા મને પણ ટિકિટ મળી શકે છે. આ અંગે વરિષ્ઠ પત્રકાર કહી રહ્યા છે કે ભાજપમાં ઉપર નહિ પરંતુ સ્થાનિક લેવલે ભારે જૂથબંધી છે અને સોશિયલ એન્જિનીયરીંગ અને જૂથબંધી સમી શકે એ રીતે બીજેપી ઉમેદવાર પસંદ કરશે.
અમરેલીની જેમ મહેસાણા જિલ્લો પણ સળગતો જિલ્લો
અમરેલીની જેમ મહેસાણા જિલ્લો પણ સળગતો જિલ્લો છે અને ત્યાં પણ છેલ્લા થોડા દિવસોમાં ઘણી રાજકીય હિલચાલ જોવા મળી છે તેમાં લોકસભા ચૂંટણીને લઈને નીતિન પટેલ કે જે મહેસાણાના દિગ્ગ્જ પાટીદાર નેતા છે અને તેની નારાજગી ઉડીને આંખે વળગે તેમ છે. તો રાજની પટેલે પણ ત્યાંથી લોકસભા માટે ટિકિટ માંગી છે. હાઈકમાન્ડ વચ્ચેનો રસ્તો કાઢી કોઈ સ્કાયલેબને ચૂંટણી મેદાને ઉતારી શકે તો એક મહેસાણામાં હાલમાં રજની પટેલ પ્રદેશ બીજેપીના ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલ તો મહિલામાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા પટેલ કે જે રજની પટેલ જૂથના માનવામાં આવે છે તો આ સિવાય પ્રિયંકા પટેલ કે જે પૂર્વ સાંસદ અનિલ પટેલના પરિવારના મહિલા છે જે રીતે શારદા બેનને ટિકિટ આપી એ રીતે તે રીતે તેમને પણ ટિકિટ મળી શકે છે.
સુરેન્દ્રનગરમાં ભાજપ એક્સપેરિમેન્ટના મૂડમાં છે
સુરેન્દ્ર નગર બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં કોઈ જૂથબંધી નથી પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે સુરેન્દ્રનગરમાં ભાજપ એક્સપેરિમેન્ટના મૂડમાં છે જે રીતે ભાજપ માટે અત્યારે સારો માહોલ છે તેને ધ્યાને રાખતા ભાજપ કારડીયા રાજપૂતને ટિકિટ આપી શકે છે જેથી જ્ઞાતિગત સમીકરણમાં બેલેન્સ થઇ શકે જેમાં અનિરુદ્ધ પઢીયાર જે જિલ્લાના પૂર્વ મહામંત્રી રહી ચૂકેલા છે. અને જો કોળી સમાજમાંથી ચૂંટણી મેદાને ઉતારે તો ચંદુભાઈ સિહોરા હળવદ તાલુકા પંચાયત સભ્ય છે. અગાઉ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા છે. આમ તો ભાજપ કોળી સમાજમાંથી 1 મહિલાને ટિકિટ આપે છે પરંતુ આ વખતે 2 મહિલાને ટિકિટ આપવા અંગે પણ વિચારી શકે છે. કોળી પ્રભાવિત જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારની જાહેરાત બાકી છે તો કોઈ મહિલાને પણ ચૂંટણી મેદાને ઉતારે તો નવાઈ નહિ. આ અંગે દેવેન્દ્ર પટેલ માની રહ્યા છે કે નરેન્દ્ર મોદીનો સ્વભાવ રહ્યો છે કે તે સરપ્રાઈઝ આપી શકે અને તેના માટે તે કોઈપણ સીટ પર એક્સપેરિમેન્ટ કરી શકે છે.
જૂનાગઢ ભાજપમાં જૂથબંધી નથી
વાત કરીએ જૂનાગઢની તો ત્યાં ભાજપમાં જૂથબંધી નથી પરંતુ રાજેશ ચુડાસમાના નામ પર અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. થોડા સમય અગાઉ ડો.ચુગના મૃત્યુ મામલે વિવાદ થયો તેમાં રાજેશ ચુડાસમા ફસાયા હતા. પરંતુ સ્થાનિક સૂત્રો કહી રહ્યા છે કે આંતરિક રીતે કોઈ વિરોધ રાજેશ ચુડાસમાનો નથી અને ડો.ચુગ કેસમાં સીધી રીતે ચુડાસમાની કોઈ સંડોવણી નથી. એટલે ત્યાં તેને ટિકિટ આપવી કે કેમ તેને લઈને વિચારણા ચાલી રહી છે.


