- અમદાવાદ પશ્ચિમ બેઠકમાં માટે કુલ 19 દાવેદારો કરી હતી
- કોંગ્રેસ ભરત મકવાણા ઉમેદવારનું નામ થયું ફાઇનલ
- ભાજપના દિનેશ મકવાણા ફાઇનલ કરાયા
લોકસભાની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસનાં ઉમેદવાર હિંમતસિંહ પટેલ અને તેના પુત્રનાં એફિડેવિટ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તેમના ડમી તરીકે તેમના પુત્રએ ફોર્મ ભર્યું હોવાની વાત સામે આવી હતી. નિયત નમુના મુજબ એફિડેવિટ કરાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે ભાજપે વાંધો ઉઠાવતા હિંમતસિંહ પટેલ અને તેના પુત્ર સુધારો કરવામાં આવ્યો છે.
આજે ઉમેદવારી ચકાસણીનો પ્રકિયા દિવસ
અમદાવાદ પશ્ચિમ બેઠકની ફોર્મ ચકાસણી પ્રકિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ બેઠક અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. આ માટે કુલ 19 ઉમેદવારોની દાવેદારો હતી. અમદાવાદ પશ્ચિમ બેઠકમાં માટે ભાજપ, કોંગ્રેસ અને bsp ઉમેદવારો ફોર્મ ફાઇનલ થયા છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સાથે ડમી ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યા છે.
કોના નામ થયા ફાઈનલ
હાલની વાત કરીએ તો ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ભરત મકવાણા ઉમેદવાર ફાઇનલ થયા છે. તો ભાજપના દિનેશ મકવાણાનું નામ ફાઇનલ થયું છે. આ સિવાય ગેની બેન અને રેખા બેનના ફોર્મ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે.
ભાજપમાં પૂર્વ મેયર કિરીટ પરમારે ભર્યું હતું ડમી ફોર્મ
અડધો કલાક સુધી તમામ કલેકટર અધ્યક્ષતામાં ફોર્મ ચકાસણી પ્રકિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ફોર્મ ચકાસણી પ્રકિયા પૂર્ણ થયા બાદ 6 ઉમેદવાર ફાઇનલ થઈ ચૂક્યા છે. કુલ 19 દાવેદારોએ દાવેદારી કરી હતી. હવે અમદાવાદ પશ્ચિમ બેઠકમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળશે.
રેખાબેને ગેનીબેન પર કર્યા આક્ષેપ
પાલનપુરના પૂર્વ મહિલા ધારાસભ્ય રેખાબેન ખાણેસાએ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન પર પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કોંગ્રેસના ઉમેદવારે ચાર વાર કેમ બદલવું પડ્યું એફિડેવિટ. એફિડેવિટમાં અલગ અલગ 40 વિધા જમીન બતાવાઈ હતી. ગેનીબેન ઠાકોરે દારૂના ધંધામાંથી હપ્તા લઈ સંપત્તિ વસાવી છે. ગેનીબેન પ્રજાને ગુમરાહ કરવા પોતાની સંપત્તિ છુપાવી રહ્યા છે તેવો આરોપ પણ રેખાબેને લગાવ્યો છે.
ગુજરાતમાં 26 બેઠકો ઉપર કુલ 491 ફોર્મ ભરાયા
પેટાચૂંટણીમાં પાંચ બેઠકો માટે કુલ 39 ફોર્મ ભરાયા હતા. ભાજપના 76, કોંગ્રેસના 60, આપના 7 ઉમેદવારો મેદાને આવ્યા તો સાથે અપક્ષ 188, અન્ય પક્ષના 160 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. લોકસભા, પેટાચૂંટણીના ઉમેદવારના ફોર્મની ચકાસણી આજથી શરૂ થઈ છે. અધુરી વિગતો, પાર્ટીના મેન્ડેટ વગરના ફોર્મ રદ થશે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો.


