- કોંગ્રેસે આંધ્રપ્રદેશ અને ઝારખંડની 11 લોકસભા સીટો પર ઉમેદવાર કર્યા જાહેર
- કોંગ્રેસે આંધ્રપ્રદેશમાંથી 9 અને ઝારખંડમાંથી 2 ઉમેદવારોને મેદાનમાં ઉતર્યા
- વરિષ્ઠ નેતા સુબોધકાંત સહાયની પુત્રી યશસ્વિની સહાયને રાંચીથી ટિકિટ
કોંગ્રેસે આંધ્રપ્રદેશ અને ઝારખંડની 11 લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુબોધકાંત સહાયની પુત્રી યશસ્વિની સહાયને રાંચીથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે સોશિયલ સાઈટ X પર ટ્વીટ કરીને જાણકારી આપી કે, આંધ્રપ્રદેશ અને ઝારખંડના ઉમેદવારો અંગેનો નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ તૈયાર છે. તેવામાં કોંગ્રેસે ઝારખંડ અને આંધ્રપ્રદેશની 11 સીટો માટે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુબોધકાંત સહાયની પુત્રી યશસ્વિની સહાયને રાંચીથી ટિકિટ આપવામાં આવી છે. યશસ્વિની પ્રખ્યાત થિયેટર આર્ટિસ્ટ છે. કોંગ્રેસની નવી યાદીમાં ગોડ્ડા લોકસભા બેઠક પરથી ઉમેદવારમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય દીપિકા પાંડે સિંહને ટિકિટ આપવામાં આવી હતી. હવે કોંગ્રેસે ગોડ્ડાથી ભાજપના નિશિકાંત દુબે સામે પ્રદીપ યાદવને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે આંધ્રપ્રદેશની 9 બેઠકો પર ઉમેદવારોને મેદાનમાં ઉતર્યા


