- ક્ષત્રિય સમાજ એ ભાજપ સાથે છે : EX CM વિજયરૂપાણી
- વર્ષોથી રાજકોટમાં ભાજપ જીતે છે : EX CM વિજયરૂપાણી
- ક્ષત્રિય સમાજ ભાજપને જ મત આપવાના છે : EX CM વિજયરૂપાણી
ગુજરાતમાં રૂપાલાના એક નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં મોટી નારાજગી જોવા મળી છે,આજે ગુજરાતમાં અનેરો ઉત્સાહ છે,કેમકે આજે લોકસભાની ચૂંટણીનુ મતદાન છે,ભાજપના મોટા દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યુ છે,ભૂતપૂર્વ CM વિજયરૂપાણીએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું છે કે,ક્ષત્રિય સમાજ ભાજપ સાથે જોડાયેલા છે,અને કમળને મત આપશે એ વાત નક્કી છે.
મોટા નેતાઓએ મતદાન કર્યુ છે
લોકસભા ચૂંટણીમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાત સહિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ સાથે ગુજરાત સહિત 19 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થશે. ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજકોટમાં પરષોત્તમ રૂપાલા અને પોરબંદરના મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યુ છે.
VIPનેતાઓનું મતદાન
આજે ગુજરાતમાં 25 સીટો પર મતદાન થઈ રહ્યું છે. સુરતમાં ભાજપે એક બેઠક કબજે કરી લીધી છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રો નામંજૂર થતાં અને અન્ય ઉમેદવારોના ઉમેદવારીપત્રો પાછા ખેંચાતા ભાજપના મુકેશ દલાલે બિનહરીફ ચૂંટણી જીતી છે. ત્રીજો તબક્કો ગુજરાત માટે ખાસ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા VVIP મતદારોએ ગુજરાતમાં મતદાન કર્યુ.
પહેલા બે કલાકમાં 9.87 ટકા મતદાન
રાજ્યની 25 લોકસભા સીટ પર પહેલા 2 કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયું હતું. જ્યારે બનાસકાંઠામાં સૌથી વધુ 12.28% અને અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછું 7.23% મતદાન થયું હતું.


