- ભરૂચ લોકસભા બેઠક પર 67.75 % મતદાન
- બારડોલી લોકસભા બેઠક પર 64.59 % મતદાન
- નવસારી લોકસભા બેઠક પર 59.66 ટકા મતદાન
ગુજરાત લોકસભાની ચૂંટણીનુ મતદાન પૂર્ણ થયુ છે,ત્યારે હવે ઉમેદવારોના પરિણામ પર સૌની નજર રહેશે,ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઓવરઓલ 64.58 ટકા મતદાન રહ્યું હતુ,જેમાં દક્ષિણ ગુજરાતે બાજી મારી હતી અને સૌથી વધુ મતદાન કર્યુ હતુ,વલસાડમાં સૌથી વધુ મતદાન 72.24 ટકા રહ્યું હતુ,દાદરા અને નગર હવેલી અને દીવ દમણમાં 69.87 % મતદાન થયુ હતુ,સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ ચુકી હતી.
બનાસકાંઠાના દાંતામાં પણ સૌથી વધુ મતદાન
બનાસકાંઠામાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.28 ટકા મતદાન થયું હતું. જે ગુજરાતની બાકીની 24 સીટો કરતાં વધુ હતું. દર બે કલાકે જાહેર થતાં મતદાનના આંકડામાં વધારો થતો ગયો. સાંજે 6 વાગ્યા બાદ મળેલા મતદાનના આંકડા મુજબ બનાસકાંઠામાં કુલ મતદાન 64.5 ટકાની આસપાસ રહ્યું. બનાસકાંઠા લોકસભામાં કુલ સાત વિધાનસભા વિસ્તાર આવે છે. જેમાં સૌથી વધુ મતદાન દાંતામાં 68 ટકા જેટલું થયું. જ્યારે બીજા ક્રમે વાવમાં 65 ટકા કરતાં વધુ મતદાન થયું છે. ગેનીબેન ઠાકોર વાવથી જ ધારાસભ્ય છે.
દેડિયાપાડામાં સૌથી વધુ 83 ટકા મતદાન
ભરૂચમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.78 ટકા મતદાન થયું હતું. એટલે કે બાકીની બેઠકોની સાપેક્ષમાં સામાન્ય હતું. પણ સૂર્ય જેમ મધ્યાહને પહોંચ્યો એમ મતદાનની ટકાવારી પણ વધવા લાગી. 6 વાગ્યા સુધીમાં મળેલા આંકડા પ્રમાણે ભરૂચ લોકસભા મતવિસ્તારમાં 64 ટકાથી વધુ મતદાન થયું. જેમાં વિધાનસભાની દૃષ્ટિએ જોઈએ તો સૌથી વધુ મતદાન દેડિયાપાડામાં 83 ટકાથી પણ વધુ થયું. આ જ બેઠકથી ચૈતર વસાવા ધારાસભ્ય છે.
દક્ષિણ ગુજરાતના મતદારોનો દબદબો
દક્ષિણ ગુજરાતના સૌથી છેવાડે આવેલી આ લોકસભા સીટ અનુસૂચિત જનજાતિ એટલે કે ST વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. આ વિસ્તાર પર આદિવાસી મતદારોનો દબદબો ખૂબ વધારે છે. અહીંયાંથી ભાજપના કે.સી.પટેલ 2014 અને 2019માં લોકસભાની ચૂંટણી જીત્યા હતા. પણ આ વખતે ભાજપે ઉમેદવાર બદલીને તદ્દન નવા ચહેરા તરીકે 38 વર્ષના ધવલ પટેલને ટિકિટ આપી છે. તો સામે કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. અનંત પટેલ 2017 અને 2022માં વાંસદા વિધાનસભા બેઠક જીતીને ધારાસભ્ય બન્યા છે.


