- લોકસભાની ચૂંટણીને લઇને બીજેપીની તૈયારીઓ તેજ
- ભાજપે ચૂંટણી માટે નવુ સ્લોગન આપ્યુ હોવાની સૂત્રોએ આપી માહિતી
- તીસરી બાર મોદી સરકાર, અબકી બાર 400 પાર- સૂત્ર
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા તૈયારીઓ તૈજ કરવામાં આવી રહી છે. એકબાદ એક પાર્ટી દ્વારા મીટીંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતની ચૂંટણી માટે બીજેપીએ નવુ સ્લોગન જાહેર કર્યુ છે.
ભાજપનું નવુ સ્લોગન
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળવારે ભાજપની એક મહત્વની બેઠક મળી હતી. જે દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ ચૂંટણીને લઇને નવો નારો આપ્યો છે. તીસરી બાર મોદી સરકાર, અબકી બાર 400 પાર. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકસભા ક્ષેત્ર માટે નવા પદાધિકારીઓની જાહેરાત જલ્દી કરવામાં આવશે. તો આ બેઠકમાં રામ મંદિરને લઇને પણ રણનીતિ બનાવવામાં આવી હતી.
રામમંદિરને લઇને પણ તૈયારીઓ તેજ
સૂત્રોનું માનીએ તો રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ 25 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી રામ મંદિરમાં એક મેગા અભિયાન ચલાવવામાં આવશે. રામ મંદિરના દર્શન કરવા ઈચ્છુક લોકોની મદદ માટે પાર્ટી દરેક સંભવ પ્રયાસ કરશે. આ ઉપરાંત બૂથ કાર્યકરોને રામ મંદિરના દર્શન કરવા માંગતા લોકોનો સંપર્ક કરવા અને મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે.


