- ક્ષત્રિય સમાજના પ્રમુખે દેલવાડા ગામે પૂજા કરી
- કરણસિંહ ચાવડાએ પૂજા કરી પાર્ટ – 2ની શરૂઆત કરી
- ગુજરાતના દરેક ગામમાં ભાજપના વિરોધની જાહેરાત
ક્ષત્રિય સમાજે ઓપરેશન રૂપાલા – 2ની શરૂઆત કરી કરી છે. જેમાં ક્ષત્રિય સમાજના પ્રમુખે દેલવાડા ગામે પૂજા કરી છે. તેમાં કરણસિંહ ચાવડાએ પૂજા કરી રૂપાલા પાર્ટ – 2ની શરૂઆત કરી છે. તથા ગુજરાતના દરેક ગામમાં ભાજપના વિરોધની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર નિશાન સાધ્યું છે. તથા પદ્મિનીબાએ જણાવ્યું છે કે હાલ સંકલન સમિતિની સાથે છું.
350 ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે તે વાત ક્યાંય નથી: પદ્મિનીબા
પદ્મિનીબાએ વધુમાં જણાવ્યું છે કે ભવિષ્યમાં સમિતિ સાથે નહીં રહી શકું. તેઓ પાર્ટ – 2માં શું કરે છે તે જોઈએ. સંકલન સમિતિ સમાજને ગેરમાર્ગે દોરે છે. આંદોલનને રાજકીય રૂપ ના આપવું જોઈએ. આંદોલનકારી મહિલાઓને સાઈડલાઈન કરાઈ છે. 350 ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે તે વાત ક્યાંય નથી. હું વ્યક્તિગત કેવી રીતે લડાઈ લડી શકું છુ. અન્યાય સામે લડાઈ લડવા નીકળ્યા હતા. પણ સમાજ જ અન્યાય કરે તેનું શું.
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર પરશોત્તમ રૂપાલા પર વરસ્યા
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર પરશોત્તમ રૂપાલા પર વરસ્યા છે. જેમાં જણાવ્યું છે કે 7મી તારીખે મતોથી બતાવીશું બાવડામાં કેટલું બળ છે. અહંકારમાં રાચતા રૂપાલાએ માત્ર ક્ષત્રિયોનું અપમાન નથી કર્યું. તમામ રાજવીઓનું અપમાન કર્યું, જેણે આ દેશને એક કર્યો છે. આ OBC,આદિવાસી, બ્રાહ્મણ, પાટીદારોનું પણ અપમાન છે. જો તમે પુરુષોને ગાળો બોલી હોત તો ચલાવી લેતા પણ તમે બેન – દીકરીઓને ગાળો બોલી છે.


