- 12:39ના વિજય મુહૂર્તના સમયે જ ફોર્મ ભરાયું હતું
- ધારાસભ્યો અને પાર્ટીના આગેવાનો હાજર રહ્યા
- ખર્ચના કારણે ઓછા લોકો એકત્ર કરવામાં આવ્યા
રાજ્યના વિવિધ બેઠકો પર લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં આજના દિવસે કલેક્ટર કચેરીની બહાર ભારે ભીડ જોવા મળી છે. જેમાં સુરત લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સાથે જ તેમના સમર્થકો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.
લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા રેલી કાઢીને ઉમેદવારી પત્ર ભરવા માટે રાજકીય નેતાઓ પહોંચી રહ્યા છે. જેમાં આચારસંહિતા લાગુ થવાને કારણે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચની નોંધ પણ કરવામાં આવતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખૂબ ઓછી સંખ્યામાં ઉમેદવાર મુકેશ દલાલ ઉમેદવારી પત્ર નોંધાવવા માટે પહોંચ્યા હતા. જેમાં તેમણે 12:39ના વિજય મુહૂર્તના સમયે જ ફોર્મ ભરાયું હતું.
જ્યારે ઉમેદવારી નોંધાવ્યા બાદ મુકેશ દલાલે જણાવ્યું કે, આચારસંહિતા લાગું હોવાને કારણે ખૂબ ઓછા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પહોંચીને ઉમેદવારી પત્ર ભરવાનું નક્કી કર્યું હતું. 2019માં જે લીડ મળી હતી, તેના કરતાં પણ વધુ લીડથી આ વખતે વિજય નિશ્ચિત છે.
આ સાથે જ મુકેશ દલાલે જણાવ્યું કે, દેશભરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને કારણે ભાજપનો ભવ્ય વિજય થશે. એક તરફ મોદી અને બીજી તરફ રામમંદિરના નિર્માણને કારણે માહોલ બનતા વિજય નિશ્ચિત છે. જે જોવા પણ મળી રહ્યો છે.


