- 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટેનું મતદાન
- મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા
- આગામી 5 દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી
એક બજુ કાળજાળ ગરમી તો બીજી બાજુ લોકસભા ચૂંટણીનો મહાપર્વ…તેવામાં મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. હવામાન વિભાગે ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ચૂંટણી માહોલ વચ્ચે કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી બાજુ મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું મતદાન પણ થવાનું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 41થી 42 ડિગ્રી તાપમાન રહેશે તો ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દીવ, સૌરાષ્ટ્ર અને સુરતમાં 39થી 40 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.


