- દીવ-દમણ બેઠક પર અપક્ષના ઉમેદવાર ઉમેશ પટેલની થઈ જીત
- દમણ દીવ લોકસભા બેઠક પર કુલ 1,34,201 મતદારો છે
- દીવમાં 69.93 ટકા અને દમણમાં 68.33 ટકા મળી કુલ 68.77 ટકા મતદાન નોંધાયું હતું
સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠકની મતગણતરી દમણની TTI ખાતે કરવામાં આવી હતી. આ લોકસભા ચૂંટણીમાં કુલ 5 ઉમેદવારો મેદાનમાં હતા. દમણ દીવ લોકસભા બેઠક પર કુલ 1,34,201 મતદારો પૈકી 92279 મતદારોએ મતદાન કરતા કુલ 68.77 ટકા મતદાન નોંધાયું છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું 7મી મેં એ ત્રીજા તબક્કાનું મતદાન હતું. જેમાં સંઘપ્રદેશ દમણ દીવ 1 લોકસભા બેઠક પર પણ મતદાન થયું હતું. જેની મંગળવારે 4 જૂન 2024ના મતગણતરી યોજાવાની છે. દમણમાં આવેલ TTI કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે EVM ખોલી મતગણતરી હાથ ધરાયુ હતુ. આ બેઠક પર નોંધાયેલ મતદાનની ટકાવારી જોઈએ તો, દિવમાં 69.93 ટકા અને દમણ માં 68.33 ટકા મળી કુલ 68.77 ટકા મતદાન નોંધાયું છે.
જાણો કેટલા હતા મતદારો
સંઘપ્રદેશ દમણ દીવ પૈકી દરેક જિલ્લા મુજબ મતદારોની વિગતો જોઈએ તો દમણમાં 50,900 પુરુષ અને 46,262 સ્ત્રીઓ મળી કુલ 97,172 મતદારો છે. દિવ માં 16,748 પુરુષ અને 20,229 સ્ત્રી મતદારો મળી કુલ 37029 મતદારો છે. આ બન્ને જિલ્લા એક જ લોકસભા બેઠક પર આવતા હોય દમણ દીવ લોકસભા બેઠક પર કુલ 1,34,201 મતદારો પૈકી 68.77 ટકા એટલે કે, 92279 મતદારોએ મતદાન કર્યું છે.
જાણો કોણ હતા ઉમેદવાર
દમણ-દીવ લોકસભા બેઠક પર વર્ષ 2024ની સામાન્ય લોકસભા ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં 1, કેતન ડાહ્યાભાઈ પટેલ જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર હતા. જેમનું નિશાન પંજો છે. 2, પટેલ લાલુભાઈ બાબુભાઇ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. જેમનું નિશાન કમળ છે. 3, પટેલ ઉમેશભાઈ બાબુભાઇ અપક્ષ ઉમેદવાર હતા. જેમનું નિશાન પ્રેશર કુકર હતુ. 4, પટેલ ઉમેશકુમાર ઉત્તમભાઈ નવસર્જન પાર્ટીના ઉમેદવાર હતા. જેમનું નિશાન વહાણ હતુ. 5, પટેલ ઉમેશભાઈ બાબુભાઇ અપક્ષ ઉમેદવાર હતા. જેમનું નિશાન બેટરી ટોર્ચ હતું. 6, મુલ્લા મોહમ્મદ ઈંદ્રિસ ગુલામ રસુલ અપક્ષ ઉમેદવાર હતા.
કોળી ઉમેદવાર વધારે હતા
આ બેઠક પર કોળી પટેલ મતદારો અને ખારવા મતદારોનું પ્રભુત્વ વધુ છે. તે ઉપરાંત પરપ્રાંતીય મતદારો પણ મહત્વના મતદારો ગણાય છે. દમણ માં ST સમાજના 17500 મતદારો છે. SC સમાજના 11000 મતદારો છે. મુસ્લિમ 9500 મતદારો છે. કોળી પટેલ 22000 મતદારો છે. ભંડારી પટેલ 3500 મતદારો છે. ટંડેલ 2500 મતદારો છે.


