- સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાઇરલ થઈ
- મનીષ શર્મા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ટાઇગર-3’માં સલમાન છેલ્લે જોવા મળ્યા હતા
- કેપ્શનમાં ગાર્ડિનરે લખ્યું હતું કે,’ટાઇગર જિંદા હૈ, ઓર લંડન મેં હૈ.
સલમાન ખાન હિન્દી ફિલ્મ ઉદ્યોગના મોટા સ્ટાર છે. તાજેતરમાં તેમના ઘર બહાર થયેલા ગોળીબાર પછી તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા. તે ઘટના પછી તેમની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે,. અભિનેતા હાલમાં લંડન પહોંચ્યા છે. તેમણે બ્રેન્ટ નોર્થ વિસ્તારના સાંસદ બેરી ગાર્ડિયન સાથે મુલાકાત કરી હતી.
સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાઇરલ થઈ હતી. તસવીરો જોઈને તે વાતનો અંદાજ માંડી શકાય તેમ છે કે બંને વચ્ચેની મુલાકાત ખૂબ રસપ્રદ રહી. સાતમી વાર બ્રેન્ટ નોર્થ બેઠક પરથી ચૂંટાઈ આવેલા બેરીએ પોતાના એક્સ હેન્ડલ પરથી મુલાકાતની તસવીરો શેર કરી છે. તસવીરોમાં બંનેને વેમ્બલી સ્ટેડિયમમાં જોઈ શકાય છે. કાળા રંગના ટી શર્ટમાં સલમાન હેન્ડસમ દેખાય છે. તેમણે જેકેટ ટ્રાઉઝરથી પોતાને સ્ટાઇલ કર્યા હતા. ગોગલ્સ ધારણ કરીને લૂક કમ્પ્લીટ કર્યું હતું. તસવીરમાં સલમાન અને ગાર્ડિનર વાતચીત કરતા જોવા મળે છે. બંનેએ ખુશી ખુશી કેમેરા સામે તસવીરો ખેંચાવી હતી. કેપ્શનમાં ગાર્ડિનરે લખ્યું હતું કે,’ટાઇગર જિંદા હૈ, ઓર લંડન મેં હૈ. આજે વેમ્બલીમાં સલમાન ખાનને આવકારતાં ખુશી થઈ.’ સિકંદરમાં સલમાન ખાન જોવા મળશે । ટાઇગર-3 પછી સલમાન ખાન ટૂંકસમયમાં એકશન-કોમેડી ફિલ્મમાં જોવા મળશે. એ.આર. મુરુગદાસના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ સિકંદર આવતા વર્ષે ઈદના દિવસે રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે. ફિલ્મમાં પ્રીતમે સંગીત આપ્યું છે.


