લંડનનું હીથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ કરાયુ છે. Heathrow Airport દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે. લગભગ 24 કલાક સુધી એરપોર્ટ બંધ રહેશે. કારણકે નજીકના એક ઇલેક્ટ્રીકલ સબ સ્ટેશનમાં આગ લાગી છે. પરિણામે વીજળીની ઉણપને પગલે આ નિર્ણય લેવાયો છે. એરપોર્ટ પર આવનારી તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે.
હીથ્રો પર આવતી તમામ ફ્લાઇટ રદ
એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એરપોર્ટને વીજળી પૂરી પાડતા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે હીથ્રોમાં નોંધપાત્ર વીજળી ગુલ થઈ ગઈ છે તેમ હીથ્રો એરપોર્ટ ઓથોરીટીએ જણાવ્યું હતું. એરપોર્ટ દ્વારા કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે અમારા મુસાફરો અને સાથીદારોની સલામતી જાળવવા માટે, હીથ્રો 21 માર્ચના રોજ 23:59 વાગ્યા સુધી બંધ રહેશે. મુસાફરોને એરપોર્ટની મુસાફરી ન કરવાની અને વધુ માહિતી માટે તેમની એરલાઇનનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
હજારો ઘરોમાં વીજળી ગૂલ
જોકે એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ પર કામગીરી ક્યારે ફરી શરૂ થશે તે સ્પષ્ટ જણાવ્યું હતું. હીથ્રોથી લગભગ 3 કિલોમીટર ઉત્તરમાં આવેલા આગના સ્થળે 10 ફાયર એન્જિન મોકલવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ભીષણ આગને કારણે પશ્ચિમ લંડનના હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.


