કન્ઝર્વેટીવ પાર્ટીના સાંસદ પ્રીતિ પટેલે રવિવારે જણાવ્યું હતું કે ચીનને બ્રિટનની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો પેદા કરનારા દેશોની યાદીમાં ટોચના સ્થાન રખાવું જોઇએ. પટેલ ભારતીય મૂળના છે અને તેઓ બ્રિટનના શેડો વિદેશ પ્રધાન પણ છે.
શેડોનો અર્થ કોઇ પાર્ટીના તે સભ્ય અથવા પ્રધાન હોય છે જેઓ સરકારના કોઇપણ વિભાગમાં ભૂમિકા ભજવે છે, પરંતુ તેઓ વાસ્તવમાં તે સત્તા પર નથી હોતા. પ્રીતિ પટેલની આ ટિપ્પણી તે ઘટના બાદ આવી છે જેમાં ચાઇનીઝ જાસૂસે બંકિઘમ પેલેસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ જાસૂસી પ્રિન્સ એન્ડ્ર્યૂ (કિંગ ચાર્લ્સના નાના ભાઇ)ના માધ્યમથી બંકિઘમ પેલેસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પટેલે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર અને તેમના પ્રધાનમંડળ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ચીન સાથેના વેપાર સંબંધોને રાષ્ટ્રીય સુરક્ષા કરતા વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે.